________________
‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન’ | ૭
સાક્ષીની ઉલટતપાસ (cross-examination)ની આંટીઘૂંટીનું, સાક્ષીઓના માનસનું અને વેપારીને ઘરાકના માનસનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહો જાણવા ઇચ્છે તે પણ પોતાના વિષય સાથે એનો જે સંબંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તર કિરણોત્સર્ગ વિષે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા.
એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય છે, જે આત્મા સંબંધી હોય. મુમુક્ષુ બીજી વસ્તુઓનું - જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગત વચ્ચેનો સંબંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ ચૈતન્ય જ હોય. આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણનાપાત્ર બને છે. ચૈતન્યને બાજુએ રાખી એકલા જગતની માહિતી કોઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણાય. આત્મા, જગત, પરમાત્મા અને એ ત્રણનો પરસ્પર સંબંધ એ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનો વિષય હોય.
પ્રથમ શ્રુત-શાસ્ત્રશ્રવણ કે અધ્યયન; પછી એના ઉપર ચિંતન, અને એ પછી આવે ભાવનાજ્ઞાન / અનુભવ. આમ શ્રવણ, વાચન, મનન અને નિદિધ્યાસનના ક્રમે મુમુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે.
‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને
શાસ્ત્ર ભણી જવા માત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. મૃતથી મેળવેલું જ્ઞાન પરોક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અસ્પષ્ટ
ક્ષ" “ તેથી આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “સ્પષ્ટ પ્રત્યક્ષમ્” “
આપણા રોજના વ્યવહારમાં પણ દાક્તરે કે વકીલે કેટલાં પુસ્તકો વાં છે એ નથી જોવાતું, પરંતુ તે રોગનું નિદાન કરી શકે છે? દવાથી આપણને આરામ આપી શકે છે?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તર
૮. પ્રમાણનયતત્તાલોક, પરિચ્છેદ ૩, સૂત્ર ૧. ૯. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org