Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 365
________________ ૩૨૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ સ્થિર કરવાનો અભ્યાસ તે ગુપ્તિ. તેના ત્રણ ભેદ છે : મનોગુપ્તિ (વધુ માટે જુઓ ‘મનોગુપ્તિ'), વચનગુપ્તિ અને કાયગુપ્તિ. સમિતિ-જયાં સુધી દેહ છે ત્યાં સુધી ખાવું-પીવું, ભિક્ષા, મળમૂત્રનું વિસર્જન, હરવું-ફરવું, અનિવાર્ય અને આવશ્યક વાતચીત વગેરે તો રહે જ છે. આ અનિવાર્ય પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી તે અંગેની લક્ષ્મણરેખા આંકતા નિયમો તે પાંચ સમિતિ. ૧. ઇર્ષા સમિતિ-સૂર્યપ્રકાશ અને અવરજવરવાળા માર્ગે પણ આગળ સાડા ત્રણ હાથ જેટલી જમીન જોઈને ચાલવું કે જેથી પગ નીચે કોઈ જીવજંતુ કચડાઈ ન જાય. ૨. ભાષા સમિતિ–હિત, મિત, પબ, પ્રિય અને સત્ય વાણી જ ઉચ્ચારવી અને તે પણ મુખ આડે વસ્ત્ર રાખીને, જેથી, સૂક્ષ્મ જીવોને પણ કશી પીડા ન થાય. ૩. એષણા સમિતિ-પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ–આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, રહેઠાણનું સ્થાન ઇત્યાદિ-સ્વીકારતાં એ ધ્યાન રાખવું કે દાતાને કે અન્ય કોઈને એથી કોઈ પ્રકારે દુ:ખ ન થાય. આ અંગે શાસ્ત્રોમાં વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે. આહાર-પાણીની ભિક્ષા લેતી વખતે મુનિએ સંભવિત સ્કૂલના ટાળવા માટે અડતાલીશ મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. ૪. આદાન-નિક્ષેપ સમિતિ-ચીજવસ્તુ લેતાં-મૂકતાં કોઈ સૂક્ષ્મ જીવજંતુ પણ કચડાઈ ન જાય તે માટે વસ્તુને અને જમીનને પુંજીપ્રમાજી વસ્તુ લેવી-મૂકવી. ૫. પારિઝાપનિકા સમિતિ-મળ-મૂત્ર, બળખો વગેરેનું વિસર્જન કરવાનું હોય ત્યારે જમીનનું બરાબર નિરીક્ષણ કરી લઈ, જીવજંતુ, વનસ્પતિ વગેરરહિત સ્થાને, એનો ત્યાગ એવી રીતે કરવો કે જેથી કોઈનેય પીડા થવાનો પ્રસંગ ન રહે. જુઓ પ્રકરણ બીજા અંતર્ગત પેટા મથાળું : “સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે શું? સમ્યગદર્શન–૧. દેહ અને આત્માના ભેદની સ્વાનુભવ-આધારિત પ્રતીતિ. ૨. એ પ્રતીતિના કારણે લાધતી સાચી જીવનદષ્ટિ. વિસ્તાર માટે જુઓ પ્રકરણ ત્રીજું, ચોથું અને પાંચમું. સમકિત, સમ્યકત્વ, સમ્યગ્દર્શન-આ બધા સમાનાર્થી શબ્દો છે. સમ્યગદર્શન ત્રણ કોટિનું હોઈ શકે : ૧. ઉપશમ સમ્યકત્વ-સમ્યગ્દર્શન-બાધક કર્મ સત્તામાં પડયા હોવા છતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379