Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 373
________________ આપણે ઉપાસક છીએ કે સાધકે? આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે ખરી? ખરેખર આપણે ધાર્મિક છીએ? ધર્મ એટલે શું? ધાર્મિકતા એટલે શું? – ધર્મ અને સાધનાને લગતા આ અને આવા બીજા અનેક પ્રશ્નોનું, પૂજ્ય મુનિશ્રીએ આ પુસ્તકમાં સુરેખ અને સુસ્પષ્ટ નિરૂપણ કર્યું છે. કહેવાતા ધર્મ અને કહેવાતી ધાર્મિકતાના અંચળાને અળગો કરીને, સાચો ધર્મ અને સાચી ધાર્મિકતા ક્યાં છે તેનું સુખ દર્શન આ પુસ્તકના પાને પાને થાય છે. - સ્વામીજીનું આ પુસ્તક દુનિયાની તમામ ભાષાઓમાં છપાવવું જોઈએ. વિશ્વના મહાન ચિંતકોનાં પુસ્તકોની હરોળમાં ઊભું રહે તેવું આ પુસ્તક છે. ..એક જ વાક્યમાં કહું તો, પ્રસ્તુત પુસ્તક સર્વત્ર જિજ્ઞાસુઓને શુદ્ધ અને સાચા ધર્મ તરફ અભિમુખ કરવાનું મહત્તમ કાર્ય કરશે, એમાં કોઈ સંદેહ નથી. – અનવર આગેવાન ધર્મ તત્ત્વત: શું છે અને તે આચારસ્થ કરવા ઇચ્છનારે કઈ રીતે પ્રવૃત્ત થવું જોઈએ તે વિશે માર્ગદર્શન હરકોઈ ધર્માથી જિજ્ઞાસુને– જૈનેતર સમાજના મુમુક્ષુને પણ – આ ગ્રંથમાં મળી શકશે. તેના કર્તા મુનિશ્રી અમરેન્દ્રજીના ચિંતનનો અર્થ છે કે ધર્મ એ સ્કૂલ ક્રિયાકાંડમાં સીમિત નથી. તેનું સાચું સ્વરૂપ જીવ માત્ર પ્રત્યે સમભાવ ધરાવવો અને સ્વને સમ્યફ રીતે જાણવો તે છે. સ્વને જાણવો હોય તો અંતર્મુખ થવું ઘટે, આત્મનિરીક્ષણ કરવું ઘટે. શ્રી અમરેન્દ્રજીએ પોતાનું ચિંતન બહુ વિશદ રીતે પ્રગટ કર્યું છે. વસ્તુત: તે તેમના પોતાના આત્મનિરીક્ષણનું જ સુફલ છે. – કૃ. દી. | જન્મભૂમિ, ૨૮ એપ્રિલ '૮૦ - આ પુસ્તક મુખ્યત્વે જૈન વાચકો માટે હોવા છતાંય સત્ય ધર્મને ઓળખવાની જિજ્ઞાસા રાખતા હરકોઈ વાચક માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપે છે. – પ્રવાસી, ૨૦ ફેબ્રુ. '૮૦ આ પુસ્તક અંગે શ્રી અનવર આગેવાને પોતાનો અભિપ્રાય આપ્યો છે તેમાં જરા પણ ફરક કરવાનું મન નથી થતું. તમે પણ જુઓ : જૈન મુનિએ આ પુસ્તક લખ્યું છે એથી તે જૈનોના ઉપયોગ માટેનું પુસ્તક હશે, એમ માનીને આ પુસ્તક બાજુએ મૂકી દેવા જેવું નથી” અને “સ્વામીજીનું આ પુસ્તક દુનિયાની તમામ ભાષાઓમાં છપાવવું જોઈએ. વિશ્વના મહાન ચિંતકોનાં પુસ્તકોની હરોળમાં ઊભું રહે તેવું આ પુસ્તક છે.” – ચી. ગી/સ્વસ્થ માનવ', જુલાઈ '૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379