________________
૩૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
જ્ઞાન અલ્પ હોય તો પણ. “ચિંતનીય વિષયમાં દત્તચિત્ત હોય તેને, તેવા એક જ પ્રકારના ઉપયોગને લીધે, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યોગમાર્ગમાં ઇષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે, એ જ તત્ત્વજ્ઞાન છે અને અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું છે.”
૧૬
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમને આધીન છે; ક્ષયોપશમનું નિમિત્ત મળતાં, શ્રુત વિના પણ જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીનાં ભક્તિ-બહુમાનાદિથી તેમ જ સુયોગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે.
આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતરસૂઝ વડે સાધક યોગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પોતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યું હોય અને મન:શુદ્ધિ તથા ચિત્તજય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તે પોતાના અનુયાયીવર્ગને જાતઅનુભવના આધારે યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુના ચરણ પકડનાર શિષ્ય, પોતાને વિશેષ જ્ઞાન ન હોવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે.
૧૮
આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રુતનો મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાનો છે, એ મૂળભૂત વાત ન વીસરે.
૧૬. તાત્તિત્તસ્સ તહોવોજો તત્તમાસળ તોફા एयं एत्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए ||
एयं खु तत्तनाणं असप्पवित्तिविणिवित्तिसंजणगम् ।
-
- યોગશતક, ગાથા, ૬૫-૬૬.
૧૭. પ્રસ્તુતવ્રુદ્ધિધનાનાં
उचितान्नपानादिसम्पादनपादधावनग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या, चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् ( बहुमानत: ), एतेषामेव बुद्धिमतां अप्रद्वेषाद् ( अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात् ), प्रशंसातव बुद्धिर्जायते ।
- ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૨.
૧૮. સ્વસંવિવિતામનોપવેશવાયનો ગુન્ ...સ્વાતિ ।
Jain Education International
―
– યોગશાસ્ત્ર, ટીકા, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૫૩ની અવતરણકા.
For Private & Personal Use Only
www.jainelibrary.org