________________
૨૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
કાચી કેરીને પાકવા દેવા માટે–એની ખટાશનું મધુર સુસ્વાદુ રસમાં પરિવર્તન કરવા માટે–થોડા દિવસ એને પરાળમાં ઢાંકીને બાજુએ મૂકી દેવી પડે છે અને માટીના કાચા ઘડાને થોડો વખત નિભાડામાં રાખવો પડે છે તેમ, ત્યાગી જીવનમાં પ્રારંભિક થોડાં વર્ષો–પોતાને આત્મજ્ઞાન ન લાધે ત્યાં સુધી-વ્યક્તિગત સાધનામાં રત રહી, આત્માર્થી સાધકે પોતાની સાધનાને પરિપક્વ થવા દેવી ઘટે.
અપક્વ માનસ ઉપર વાતાવરણની અસર ઘણી હોય છે. માટે, પોતાની સાધના પરિપક્વ ન બને ત્યાં સુધી, સાધનામાં બાધક જનસંપર્ક ટાળી, સાધકે સદા અંતર્મુખ રહી અજાગ્રત મનમાં જન્મજન્માંતરથી દટાઈને પડેલી વૃત્તિઓનું શોધન કરવાના અત્યંત મહત્ત્વના કાર્યમાં પોતાની સર્વ શક્તિ રેડવી ઘટે. મુનિજીવનનો સ્વીકાર કરવા માત્રથી ‘ગુરુ’ બની જવાતું નથી. પોતાને આત્મજ્ઞાન લાધે તે પછી જ સાચા અર્થમાં “ગુરુ” થવાય છે. તે પહેલાં “ગુરુ” થઈ બેસનારના હાથે સ્વ-પરનું હિત થવાની અપેક્ષાએ અહિત થવાનો સંભવ વધુ રહે છે. માટે, પોતાને આત્મતત્વનો પ્રત્યક્ષ બોધ અનુભવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, ‘ગુરુ થવાની ઉતાવળ ન કરતાં, આત્મસાધનામાં ખોવાઈ જવું વધુ હિતાવહ છે.
‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ’
આજે આપણી શક્તિ–ત્યાગીવર્ગની શક્તિ પણ–અનેક પ્રવૃત્તિઓમાં વહે છે. ડુંગર પર પડેલું પાણી બાર રસ્તે વહી જાય તો તેની નદી બનતી
૧૦. પુર્વ સ્વસ્થ રેતિ, શિક્ષાપતન વાવતા आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ।।
- જ્ઞાનસાર, ત્યાગાષ્ટક, શ્લોક ૫. ૧૧. જિમ જિમ બહુશ્રુત, બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે.
– ઉપાધ્યાય યશોવિજ્યજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. સરખાવો : ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧, ગાથા ૧૧-૧૨
(જુઓ પ્રકરણ ૮, પાદનોંધ પ૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org