Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 355
________________ ૩૧૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ અંતરાત્મભાવ– હું દેહ' એ અજ્ઞાન-પડળથી મુક્ત ભાવ, અર્થાત્ દેહાદિ બાહ્ય વિષયોમાં હું અને મારું' એ બુદ્ધિ જેમાં ન રહી હોય એવી વૃત્તિ. આગમ-જૈનધર્મના પ્રમુખ શાસ્ત્રગ્રંથો – જેમાં ભગવાન મહાવીર પ્રભુનો ઉપદેશ સંકલિત થયો છે. આ-રૌદ્રધ્યાન-આર્તધ્યાન શબ્દ ચિત્તની એ રિથતિને આવરી લે છે કે જેમાં વ્યક્તિનું ચિત્ત પોતાને ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મેળવવાની કે સાચવી રાખવાની સતત ઝંખના અને તે માટેની યોજનામાં રત રહેતું હોય; કે પોતાને પ્રાપ્ત અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે સંયોગોને દૂર કરવાની કે પોતાથી દૂર રાખવાની ચિંતામાં મશગૂલ રહેતું હોય. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો પોતાને પ્રાપ્ત અનિષ્ટ સંયોગ દૂર કરવા કે ઇચ્છિત સંયોગ મેળવવા કે સાચવી રાખવા હિસા, જૂઠ, ચોરી આદિનો આશરો લેવાની ગડમથલમાં અર્થાત્ બીજાને નુકસાન પહોંચાડવાની ત્રેવડમાં ડૂબેલું ચિત્ત રૌદ્રધ્યાન' શબ્દથી સૂચિત છે. વિશેષ વિવેચન માટે જુઓ પ્રકરણ બીજું, પૃષ્ઠ ૨૨-૨૪. આરંભ-સમારંભ–જેમાં ઘણી જીવહિંસાની સંભાવના હોય એવી પ્રવૃત્તિઓ. ઇચ્છાયોગ-ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ એ ચાર યોગભૂમિકામાંની પ્રથમ ભૂમિકા. યોગવિષયક જિજ્ઞાસા, રચિ, યોગસાધના તેમ જ યોગસાધકો પ્રત્યે અંતરમાં બહુમાન, અને કોઈ પ્રેરણા કે પ્રલોભન વિના, પોતાના જ ઉલ્લાસથી સાધના કરવાની ઇચ્છા અંતરમાં જાગૃત થાય ત્યારથી માંડીને શ્રેયાથી શાસ્ત્રનિર્દિષ્ટ સાધનામાર્ગનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતો થાય અને તદનુસાર સાધના કરવા તત્પર હોવા છતાં (પ્રકૃતિગત કોઈ નબળાઈ, આત્મજાગૃતિની ન્યૂનતા કે બાહ્ય સંયોગવશ) તેના પ્રયત્નમાં કંઈક કચાશ રહેતી હોય ત્યાં સુધી તેની ભૂમિકા ‘ઇચ્છાયોગ'ની ગણાય ઇરિયાવહી, પ્રતિક્રમણ-હાલતાં-ચાલતાં જાણે-અજાણે, નાના-મોટા જીવને પોતાથી જે કંઈ પીડા થઈ હોય તે સંભારી જઈ, પોતાથી થયેલી ખલનાની શુદ્ધિ અર્થે પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સહિતનું એક નાનકડું અનુષ્ઠાન. તન-મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી, નવી પ્રવૃત્તિમાં જોડાવાનું વિશતિવિશિકા, યોગવિશિકા, ગાથા ૫; યોગદષ્ટિ સમુચ્ચય, શ્લોક ૩ અને ૨૧૫-૨૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379