Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 356
________________ શબ્દકોશ ૩૧૩ હોય છે. પૂર્વે, મુનિઓએ સામાન્યત: ઇરિયાવહી – પ્રતિક્રમણ કરવાનું હોય છે જેથી પછીની ક્રિયા શુદ્ધ શાંત, સ્વસ્થ ચિત્તે થઈ શકે. ઉપયોગ-૧. આત્માની નિર્મળ જ્ઞાનશક્તિ-pure awareness; ૨. પ્રસ્તુત ક્રિયા કે પ્રવૃત્તિમાં ધ્યાન-લક્ષ. ઉપશમ-જયાં વિકારો સમૂલ નાશ ન પામ્યા હોવા છતાં, તે કાર્યકર ન બનતાં, દબાયેલા પડ્યા હોય એવી વિકારરહિત અવસ્થા. “સમ્યકત્વ-જુઓ “સમ્યગ્દર્શન'. ઉપસર્ગ-સાધકના માર્ગમાં બીજાઓ દ્વારા નાખવામાં આવતા વિક્ષેપો, વિનો કે કષ્ટો. એજન-એ જ = પૂર્વોક્ત ગ્રંથ, (અંગ્રેજી સમાનાર્થ ibid). ઉદાહરણ તરીકે, પૃષ્ઠ ૮ ઉપરની પાદનોંધ ૯ (એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨)નો અર્થ છે : પ્રમાણનયતત્તાલોક, પરિચ્છેદ ૨, સૂત્ર ૨ ઔદયિક ભાવ-૧. કર્મના ઉદયના કારણે પ્રાપ્ત અવસ્થા, સંયોગો, પરિસ્થિતિ, ગુણો, લાભ-હાનિ, સુખદુ:ખ વગેરે -- જેમકે શરીર અને તેના રૂપરંગ, ઇન્દ્રિયોની ક્ષમતા કે ખોડ-ખાંપણ, રોગ કે આરોગ્ય, બુદ્ધિની વિશેષતા કે ન્યૂનતા, વ્યક્તિત્વ, સંપત્તિ-વિપત્તિ ઇત્યાદિ; ૨. એને મહત્ત્વ આપનાર ચિત્તવૃત્તિ. કર્મ-વિશ્વવ્યવસ્થાનો એક સનાતન નિયમ છે કે ‘વાવો તેવું લણો, ‘કરો તેવું પામો.’ જૈન, હિંદુ અને બૌદ્ધ વિચારધારામાં તે કર્મના નિયમ તરીકે પ્રસિદ્ધ છે. પ્રશ્ન થાય કે અગમ્ય જીવાત્માઓ દ્વારા વિશ્વના ગમે તે ખૂણેખાંચરે થતી સારી-નરસી વત્તિ-પ્રવૃત્તિનું તેવું ફળ તે તે જીવાત્માઓને અચૂક મળે એ માટેનું તંત્ર શું છે? એની સમજ જૈન દર્શનનો કર્મ-સિદ્ધાંત આપે છે. જૈનદર્શન માને છે કે આપણી આજુબાજુનું સમગ્ર વાતાવરણ દશ્ય ઉપરાંત અતિ સૂક્ષ્મ, અદશ્ય ભૌતિક પરમાણુઓથી વ્યાપ્ત છે. એ પરમાણુઓના તેમની સ્થૂળતા કે સૂક્ષ્મતાની તરતમતા અનુસાર અનેક પ્રકાર છે. તેમાંની એક પ્રકાર ‘કાશ્મણ વર્ગણા' તરીકે ઓળખાય છે. એમજ પડેલી એ કાર્પણ વગણામાં જીવન સુખ-દુ:ખ આપવાની કોઈ શક્તિ નથી. પરંતુ જેમ લોખંડના ટુકડામાંથી વિદ્યુત્ પસાર થતાં તેનામાં લોહચુંબકત્વ ઉત્પન થાય છે, તેમ રાગ-દ્રષ-મોહવશ જીવાત્મા જયારે કંઈ પણ વૃત્તિ-પ્રવૃત્તિમાં ભળે છે ત્યારે તેની નિકટ રહેલી કમગ વગંગા જીવાત્માના તે વખતના શુભાશુભ અંયવસાય (ભાવ-વત્તિ-વિચાર)થી સ્વયં પ્રભાવિત થઈ જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379