Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 360
________________ શબ્દકોશ ૩૧૭ કર્યો હોય એવો ગૃહસ્થ સાધક – તેને આત્માનુભવ થઈ ચૂક્યો હોય તો તેનું ગુણસ્થાનક પાંચમું; અન્યથા, પારમાર્થિક દૃષ્ટિએ તો, તેનું ગુણસ્થાનક પહેલું જ સમજવું. ધર્મધ્યાન – આત્મવિકાસમાં સહાયક શુભ ધ્યાન. આગમગ્રંથોમાં ધર્મધ્યાનના મુખ્યત: જે ચાર પ્રકાર વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે : ૧. આજ્ઞાવિચય-‘શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞા શી છે?' એના ઉપર અનુપ્રેક્ષા/ચિંતન કરતાં કરતાં લાગી જતું ધ્યાન. ૨. અપાયવિચય-વિષય-કષાયને અર્થાત્ કામ-ક્રોધાદિ ષપુઓને વશ વર્તવાના અનિષ્ટ પરિણામવિષયક અનુપ્રેક્ષા કરતાં લાગી જતું ધ્યાન. ૩. વિપાકવિચય-પૂર્વબદ્ધ કર્મ ઉદય વખતે કેવી કેવી ઇષ્ટાનિષ્ટ પરિસ્થિતિઓ સર્જી શકે તદ્વિષયક અનુપ્રેક્ષા દ્વારા લાગી જતું ધ્યાન. ૪. સંસ્થાનવિચય-વિરાટ વિશ્વની રચના, વ્યવસ્થા આદિવિષયક અનુપ્રેક્ષામાં લીન બનતાં લાગી જતું ધ્યાન. નય-દૃષ્ટિકોણ. કોઈ પણ વસ્તુને અનેક પાસાં હોય છે; સામાન્યત: તેના કોઈ એક પાસાને લક્ષમાં રાખી, અર્થાત્ અમુક ષ્ટિકોણથી, આપણે તેની વાત કરતા હોઈએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ કે વિચારવિષયક કથન કયા દૃષ્ટિકોણથી થયેલું છે તે સમજીએ તો જ તેને યથાર્થપણે અને સમ્રગતાથી સમજી શકાય. આ હેતુથી જૈનદર્શને અનેકવિધ દૃષ્ટિકોણનું સાત વિભાગોમાં વર્ગીકરણ કર્યું છે, અને તે દરેક વિભાગને જૂદું નામ આપ્યું છે. આ સાત વિભાગો એ જ સાત નય. માત્ર તત્ત્વજ્ઞાનની ચર્ચામાં જ નહિ, પણ રોજિંદા જીવનવ્યવહારમાંયે વિભિન્ન દૃષ્ટિબિંદુઓના નયોના પૃથક્કરણ અને સમન્વયથી આપણી સમજણ સુરેખ અને સ્પષ્ટ થઈ શકે છે. (આના સરળ, સુગમ, પ્રાથમિક પરિચય અર્થે જુઓ : ચંદુલાલ શકરચંદ શાહકૃત ‘અનેકાંત અને સ્યાદ્રાદ’, પ્રકાશક : જૈનમાર્ગ આરાધક સમિતિ, આદોની-આંધ્રપ્રદેશ). નવગૈવેયક-અનુત્તર કરતાં નીચલી કક્ષાના, પણ તે સિવાયના અન્ય સર્વ પ્રકારના દેવલોકમાં શ્રેષ્ઠ કક્ષાના દેવલોક. નવ તત્ત્વ-જૈનદર્શન અનુસાર મૂળતત્ત્વ બે છે : જીવ અને અજીવ. એ બેના સંયોગ-વિયોગની પ્રક્રિયાને-અર્થાત્ બંધન અને મુક્તિવિષયક તત્ત્વજ્ઞાનને-ટૂંકમાં સમાવી લેતા નવ મુદ્દા તે જ નવતત્ત્વ. ૧. સ્વ-યાને પોતે જીવ. ૨. પર–અર્થાત્ પોતાથી ભિન્ન તત્ત્વ-અજીવ. ૩. આશ્રવ-પરને અર્થાત્ કર્મને આત્મામાં પ્રવેશવાનું દ્રાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379