Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 361
________________ ૩૧૮) આત્મજ્ઞાન અને સાધનાપથ ૪-૫-૬. પુષ્ય, પાપ, બંધ-પર કઈ રીતે આત્મસાત્ થાય છે તે દર્શાવતી પ્રક્રિયા. ૭. સંગર–પરને આત્મામાં આવતા રોકવાની પ્રક્રિયા. ૮. નિર્જરા–પરથી અર્થાત્ આત્મા સાથે સંબદ્ધ કર્મથી છૂટકારો મેળવવાની પ્રક્રિયા. ૯. મોક્ષ-પરથી સાવ સ્વતંત્રતાની સ્થિતિ. નિર્જરા–જાઓ ‘કર્મનિર્જરા’ અને ‘નવતત્ત્વ'. નિયમ-યોગનાં આઠ અંગ છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંનું બીજું અંગ તે નિયમ. મુમુક્ષુ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાનરૂપે તેની સાધના કરે છે. નિશ્ચય-વ્યવહારનિશ્ચય ૧. દ્રવ્યસ્પર્શી દષ્ટિકોણથી નિરૂપિત તાત્ત્વિક સિદ્ધાંત; ૨. પારમાર્થિક મોક્ષમાર્ગ-theory. વ્યવહાર ૧. પર્યાયસ્પર્શી નયથી–રોજિંદા જીવન-વ્યવહારના દૃષ્ટિકોણથી – તત્ત્વનિરૂપણ; ૨. પારમાર્થિક મોક્ષમાર્ગને જીવનમાં ઉતારવા માટેની વ્યવહારુ પ્રક્રિયા-સાધના અર્થાત્ practice. વિશેષ સ્પષ્ટતા માટે જાઓ પ્રકરણ છઠ્ઠાનાં પેટા મથાળાં : 'નિશ્ચય વ્યવહારની સમતુલા’ અને ‘ક્રિયા કે વ્યવહારનું હાર્દ.' નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી–જુઓ બીજા પ્રકરણ અંતર્ગત આ મથાળા હેઠળ થયેલું વિવેચન. પડિલેહણ-વસ્ત્ર, પાત્ર વગરે દૈનિક ઉપયોગની વસ્તુઓમાં કોઈ જીવ-જંતુ ભરાઈ રહેલ હોય તો તેને કશી ઈજા ન પહોંચે તે માટે, દરેક વસ્તુને છૂટી કરીને રોજ બે વાર–પ્રાત:કાળે અને નમતા પહોરે–તેનું નિરીક્ષણ કરી લઈ, જીવ-જંતુને સલામત જગ્યાએ મૂકી દેવા મુનિઓએ કર્તવ્ય એક દૈનિક ક્રિયા. પરીષહ-સાધકને પ્રાપ્ત થતી, બહુધા નિસર્ગજન્ય, પ્રતિકૂળતાઓ-રોગ, ટાઢ, તાપ, ભૂખ, તરસ, જીવન-જરૂરિયાતોની અપ્રાપ્તિ, અપમાન વગેરે. પર્યાય- જાઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય', અને ‘ષત્ર'. પર્યાયદષ્ટિ-દ્રવ્યને ગૌણ કરી, તેની પલટાતી અવસ્થાઓને મહત્ત્વ આપતો દષ્ટિકોણ. પુલ-જડ/matter, પ્રકૃતિ. જૈનદર્શન-માન્ય છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય. આ એક જ દ્રવ્ય દશ્ય છે, બાકીનાં પાંચ અદશ્ય છે–અર્થાત્ સમસ્ત દશ્ય સૃષ્ટિ આ પુદ્ગલ દ્રવ્યનું જ પરિણમન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379