Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 362
________________ શબ્દકોશ ૩૧૯ પૂર્વ—જેને લખવા માટે એક હાથી પ્રમાણ શાહીની જરૂર પડે એટલું જ્ઞાન. જૈનાગમોમાંના મુખ્ય બાર આગમોમાં દષ્ટિવાદ નામે છેલ્લે જે આગમ છે તેમાં કુલ ચૌદ પૂર્વનો સમાવેશ થયેલો છે. એ ચૌદ પૂર્વમાંના ઉત્તરોત્તર પૂર્વને લખવા માટે પૂર્વ પૂર્વથી બેવડી શાહીની જરૂર પડે એમ કહીને તે ઉત્તરોત્તર કેવડાં મોટાં થતાં જાય છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. (દષ્ટિવાદ નામનું એ બારમું અંગ હાલ ઉપલબ્ધ નથી.) પૂર્વધર-જેને એક કે વધુ પૂર્વનું જ્ઞાન હોય તે. પંજવું–પ્રમાર્જવું–ચીજ-વસ્તુ લેતાં-મૂકતાં નજરે ન ચડતા સૂક્ષ્મ જીવો પણ દબાઈ કે કચડાઈ ન જાય તે માટે જૈન મુનિઓ ઊનના રેશાવાળા એક ઉપકરણ વડે જમીનને અને લેવા-મૂકવાની ચીજ-વસ્તુને સાફ કરે છે તે ક્રિયા. પૌષધ-આત્મજાગૃતિની પુષ્ટિ અર્થે, ઓછામાં ઓછા ચાર પ્રહર સુધી સાંસારિક સર્વ પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી, સાધુની જેમ આત્મસાધનામાં રહેવાનું વ્રત. શ્રાવકનાં બાર વ્રતોમાંનું અગિયારમું વ્રત. પ્રતિક્રમણ– જૈન ગૃહસ્થ સાધકોએ તેમ જ મુનિઓએ કર્તવ્ય એક દૈનિક અનુષ્ઠાન, કે જેમાં દિવસ-રાત્રિની પ્રવૃત્તિ દરમ્યાન સંભવિત સ્કૂલનાઓને સંભારી જઈ, પોતાથી થયેલી સ્કૂલનાઓનું ગુરુને નિવેદન કરીને તેનું પ્રાયશ્ચિત્ત અને શુદ્ધિ કરાય છે. વિશાળ અર્થમાં કહીએ તો, અજ્ઞાન કે પ્રમાદવશ થયેલા પાપનો પશ્ચાત્તાપ કરીને શુદ્ધ થવું, કે વાસનાઓ અને વિકારોમાં તણાઈ જઈ આત્મભાવથી દૂર જવાયું હોય તેના પ્રત્યે સભાન બની પુન: આત્મભાવમાં આવવું તે પ્રતિક્રમણ છે. પ્રવચન-તીર્થકર દેવનો ઉપદેશ-આજ્ઞા; એ આજ્ઞાને અનુસરનાર જનસમુદાય જૈન સંઘ; જુઓ જિનશાસન'. પ્રવચન-માતા–પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ; જુઓ ‘સમિતિ-ગુપ્તિ.' પ્રશમ-અંતરમાંથી વિષય-તૃષ્ણા અને ક્રોધાદિ વિકારો ક્ષીણ થતાં જન્મતો ચિત્ત પ્રસાદ-પ્રસન્નતા અને હળવાશ. બહિરાત્મભાવ-દહાદિ બાહ્ય વિષયોમાં “હું” અને “મારું'ની બુદ્ધિ. બહુશ્રુત-શાસ્ત્રોનું બહોળું જ્ઞાન ધરાવનાર-well-read. ભાવ-આચાર્ય-કંચન, કામિની કે કીર્તિ આદિની સ્પૃહા વિનાના, અંતર્મુખ, ઉપશાંત, સંયત, નિરીહ, “શિષ્ય'ના કલ્યાણની જ એક કામનાવાળા, આત્મજ્ઞ સંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379