Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 354
________________ શબ્દકોશ જૈન પરિભાષાથી અપરિચિત સામાન્ય વાચક સરળતાથી સમજી શકે એ દષ્ટિ, અહીં અપાયેલા અર્થમાં મુખ્ય રહી છે. આથી, પરિભાષાની શાસ્ત્રીય સૂક્ષ્મતા કે ચોકસાઈના અર્થી શાસ્ત્રાભ્યાસીઓએ તેમની એ જિજ્ઞાસા અન્યત્રથી સંતોષવી. – લેખક અણગાર-ધરબાર ત્યાગી મુનિ, સાધુ-સાધ્વી. અનુત્તર દેવો-સર્વશ્રેષ્ઠ કોટિના દેવો. અનુપ્રેક્ષા-ચિંતન-મનન અનુબંધ-વૃદ્ધિ, પરંપરા-chain-reaction. અપુનબંધક-મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન બંધાય એટલો આત્મવિકાસ કરી ચૂકેલી વ્યક્તિ. જેને સંસાર પ્રત્યે અતિ આસક્તિ ન હોય, દીન:દુખી પ્રત્યે જેના અંતરમાં અત્યંત દયા ઉમટતી હોય અને જેના સર્વ વર્તનવ્યવહાર ઔચિત્યપૂર્ણ હોય તે વ્યક્તિનો આત્મવિકાસ આ કક્ષાનો કે તેથી વધુ સંભવે. આટલો આત્મવિકાસ થયા પછી જ આત્મા ધર્મમાર્ગની વાસ્તવિક પ્રાપ્તિ કરવાને પાત્ર બને છે. અભેદ રત્નત્રયી–પરના વિકલ્પથી સર્વથા મુક્ત થઈ, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે સાબ-સાધક-સાધનના ભેદનું અતિક્રમણ કરીને, સ્વમાં ઠરવું તે. (જુઓ પ્રકરણ બીજાનું પેટા મથાળું : વ્યવહાર અને નિશ્ચય-રત્નત્રયી) અવધિજ્ઞાન–સેંકડો-હજારો માઈલ દૂર કે ભીંત આદિ વ્યવધાનના આંતરે રહેલી વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું સાક્ષાત્ જ્ઞાન કરાવતી આત્માની અતીન્દ્રિય જ્ઞાનશક્તિ; અતીન્દ્રિય દષ્ટિ-clairvoyance. અવિરત સમ્યગ્દષ્ટિ–જાઓ પ્રકરણ ચોથાના અંતે આપેલું પરિશિષ્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379