Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 352
________________ ગ્રન્થસાર ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુગ આપ રે. – ઉપાધ્યાય યશોવિજયજી ઉપર્યુક્ત પંક્તિઓ ગાતાં ગાતાં એક વખત મારા ચિત્તમાં ઝબકારો થયો કે “આત્મજ્ઞાન અને સાધનાપથ'નાં ક્રમશ: બે પ્રકરણોનો નિચોડ આ ગાથાના અનેક પાદમાં સમાયો છે. જ્ઞાનનું મહત્ત્વ, જ્ઞાનની ઓળખ-અધ્યાત્મમાર્ગમાં ‘જ્ઞાન’ શબ્દથી શું અભિપ્રેત છે તેનું વિવરણ, જ્ઞાનપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ, જ્ઞાનની ભૂમિકાઓ, જ્ઞાનની કસોટી વગેરેની વાત કરતાં પહેલાં બે પ્રકરણોનો અર્ક – ‘ચેતન જ્ઞાન અજવાળીએ' એ જ પ્રમાણે, મોહસંતાપ કેમ અને ક્યારે ટળે? સમ્યગ્દર્શન શું છે? એ સમજાવતાં ત્રીજા-ચોથા-પાંચમા પ્રકરણનો સાર બીજી પંક્તિ‘ટાળીએ મોહ સંતાપ રે' કહી જાય છે. સાધનાનો રાજપથ ચીંધતું છઠું પ્રકરણ અને ચિત્તર્યની કેડીઓની વાત કરતું સાતમું પ્રકરણ ‘ચિત્ત ડમડોળતું વાળીએ નું વિવેચન જ છે ને? અને, તે પછી અંતર્મુખ થઈને જ્ઞાયકભાવમાં કરવાનો અનુરોધ કરતાં બે પ્રકરણ જાણે છેલ્લી પંક્તિમાં ભાગ કોઈકે કહેલું કે “આત્મજ્ઞાન અને સાધનાપથ’ ગ્રંથ દ્વાદશાંગીનો નિષ્કર્ષ છે-નિચોડ છે; પણ આમ જોતાં, એ તો માત્ર ઉપર્યુક્ત ચાર પંક્તિઓનું ભાળે છે. આ બે કથનોને અડોઅડ મૂકીએ તો એમ ન કહી શકાય કે સમગ્ર દ્વાદશાંગીનો સંદેશ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ ચાર પંક્તિઓમાં મુખરિત કરી દીધો છે? અનુભવી સંતોનાં ટૂંકા ટૂંકા વાક્યો-સૂત્રો કેટલાં ગૂઢ અને અર્થગંભીર હોઈ શકે એનો સંકેત પણ આમાંથી મળી રહે છે. દેખીતું જ છે કે આવાં અર્થરાઘન વચનોનું હાર્દ પુન: પુન: વાચન, પરિશીલન અને સાધના દ્વારા જ ખૂલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379