Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 350
________________ ઈશકૃપા ૩૦૭ અનેક વાર તૂટી જવા છતાં સાધનાનો તંતુ મેં છોડી નહોતો દીધો”" આમાંનું છેલ્લું વાક્ય આત્મદર્શનની આંકાક્ષા રાખનાર પ્રત્યેક સાધક અંતરમાં કંડારી લેવા જેવું છે. સાધનામાં એકધારી પ્રગતિ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અનેક વાર નિષ્ફળતા સાધક સમક્ષ ઉપસ્થિત થાય છે એટલું જ નહિ, પ્રારંભિક અભ્યાસકાળમાં તો કદાચ એકલી નિષ્ફળતા જ મળતી જણાય અને સાધકને લાગે કે જાણે પોતે આ માર્ગે જવા હજુ અપકવ છે. પરંતુ એવા અવસરે, નિરાશ થઈને સાધના પડતી ન મૂકતાં, ફરી ફરી પ્રયત્ન જારી રાખવો ઘટે. શ્રદ્ધા રાખવી કે ઇશકૃપાએ શરૂ કરાવેલી આ યાત્રા પૂરી થવાની જ છે. કોઈ પણ પ્રકારની વિદ્યા કે કળાના શિક્ષણકાળના પ્રારંભિક તબક્કામાં અભ્યાસીએ દેખીતી નિષ્ફળતા વચ્ચે કામ કરવું પડે છે. ચાલતાં શીખતું બાળક કે સાઇકલ ચલાવતાં શીખનાર વ્યક્તિ, શરૂઆતમાં તો થોડી વાર પણ સમતુલા જાળવી શકતાં નથી; એ વારંવાર પડે છે, એના ઢીંચણ છોલાઈ જાય છે, છતાં પડીને તરત ઊભા થઈ જઈ તે નવો પ્રયાસ કરતાં રહે છે તો, બે ડગલાંમાં જ સમતુલા ખોઈ દેનાર એ બાળક થોડા જ વખત પછી દોટ મૂકતું થઈ જાય છે અને પેલો શિખાઉ સાઇકલસવાર પણ સાઇકલ ચલાવવામાં એવો પાવરધો બની જાય છે કે ગિરદીવાળા માર્ગે પણ તે બેધડકપણે, પાણીના રેલાની જેમ આગળ વધી શકે છે. તેમ સાધનામાર્ગે પણ, અનેક વારની નિષ્ફળતાઓને અવગણીને અને શીધ્ર ફળપ્રાપ્તિ માટેની ઉત્સુકતા રાખ્યા વિના, પૂરી નિષ્ઠા, સમજ ખંત અને ધીરજપૂર્વક જે પ્રયત્ન જારી રાખે છે. તેને એક દિવસ સફળતા અચાનક વરે છે. ૫. મકરંદ દવે, “યોગી હરનાથના સાંનિધ્યમાં' પૃષ્ઠ ૨૮, (વોરા ઍન્ડ કંપની, રાઉન્ડ બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379