________________
સાધન-નિષ્ઠા ૨૪૫
બે નોંધની વચ્ચે પૂરતો અવકાશ રહેતો હતો; એટલે એ બે નોંધની વચ્ચે, હું બેઠો છું એની અને, આસન સાથે શરીરનો જે સ્પર્શ અનુભવી રહ્યો હતો એની પણ નોંધ લેતો હતો. એટલે કે, ‘Rising’/‘in’,‘sitting', ‘touching', ‘falling’/‘out’ એ રીતે નોંધ લઈ રહ્યો હતો. ત્રણેક મિનિટ પછી મને પક્ષીનો અવાજ સંભળાયો. મેં તેની નોંધ લીધી. આ તબક્કે તમારા માર્ગદર્શક પૂછે કે તમે પક્ષીનો અવાજ શ્વાસ લેતી વખતે સાંભળ્યો કે મૂકતી વખતે? ‘મને એનો ખ્યાલ નથી રહ્યો.’ ‘હવેથી એ ધ્યાનમાં લેશો. વારુ, આજે સવારે તમે ઊંઘમાંથી જાગ્યા ત્યારે શ્વાસ અંદર લેતાં જાગ્યા કે બહાર કાઢતાં?’ ‘એનું મને લક્ષ નથી રહ્યું.’ ‘ઠીક, હવેથી એ જાશો, અને એ પણ જોશો કે રાતે ઊંઘી જાઓ છો ત્યારે શ્વાસ અંદર લેતાં ઊંઘી જાઓ છો કે શ્વાસ બહાર કાઢતાં?” ત્યાં કશું છૂપું રાખી શકાતું નથી, કશું જ નહિ; અને, તમારું મન તો ધમપછાડા મારતું હોય છે.
પ્રારંભમાં મન ધમપછાડા મારે છે. કારણ કે દિવસ-રાત શ્વાસ જોવા સિવાય ત્યાં કશું કામ કરવાનું હોતું નથી. ત્યાં નથી પુસ્તકો વાંચવા મળતાં, ન કશું લખવા, ન કોઈની સાથે વાત કરવા મળે, કોઈની સામે જોવાનું પણ નહિ! છાપાં નહિ, ટી. વી. નહિ, વીડિયો પણ નહિ, આજુબાજુ ખીલેલાં સુંદર પુષ્પો જોતાં લટાર મારવાની પણ મનાઈ હોય છે. અંતર્મુખ રહીને તમારા મનને કેળવવાનું એકજ કામ ત્યાં તમે કરો છો. તમે જ એકલા નહિ, તમારી સાથે બીજા આઠસો સાધકો પણ એ જ કામ કરી રહ્યા હોય છે.
પ્રારંભમાં વિચારો સાથે તમે ભળી જાઓ છો, ને ફરી ફરી બહાર જતા મનને શ્વાસ સાથે જોડી રાખવા તમારે મથતા રહેવું પડે છે. ચિત્તને વશમાં લાવવાનું આ કામ ખૂબ ધૈર્ય માગે છે. ઘડીભર તમે વિચારવમળોમાં અટવાઇ જાવ : ‘હું આ શું કરી રહ્યો છું! સમય નિરર્થક વેડફી રહ્યો છું. શ્વાસમાં તે શું જાવાનું? હું ગાંડો તો નથી થઈ ગયો ને?” પણ દિવસોદિવસ તમે નિષ્ઠાપૂર્વક શ્વાસના આવાગમનની સાથે તમારા ચિત્તને જોડી રાખો છો ત્યારે એક પળ એવી આવે છે કે એ મથામણનો અંત આવી જાય છે. તમારું ચિત્ત ડાહ્યુંડમરું થઈને શ્વાસમાં લીન રહે છે. ચિત્ત બહાર જાય તો તમને જાણે એવું લાગે છે કે તમે ઘરથી ઘણે દૂર નીકળી ગયા છો અને અંતર હવે ઘેર પાછા ફરવા તલસી રહ્યું છે. સંભવ છે કે આ સ્થિતિ આવતાં આવતાં અઠવાડિયાં નીકળી જાય. ઉતાવળયે શી છે? પછી, તમારું ચિત્ત એટલું શાંત થઈ જાય છે કે તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું કરો છો? ક્યાં જઈ રહ્યા છો?–એ બધા વિચારો જાણે સૂક્ષ્મ ફૂદાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org