Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 339
________________ ૨૯૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ મેં કાન સરવા ક્ય. હવામાંથી ઊઠતી હોય એવી, મધુરતા ભરેલી બાની, પોતે પોતાને માટે જ જાણે ગાતો હોય એવી ગીતસરિતા કોઈ વહાવી રહ્યું હતું. એ સ્વરમોહિનીમાંથી એક અલૌકિક પ્રેમ હવા ઊડતી હતી. જીવનની એક અનોખી જ સૃષ્ટિનો આવિર્ભાવ તેમાંથી જાગતો હતો. મેં કહ્યું : “ખરેખર, સંગીત આવે છે. જાણે કોઈના જીવનમાંથી વહેતું હોય એવું કુદરતી રીતે. નિજાનંદનું જ એ ગીત લાગે છે, અને બહાર વહેતી ચાંદની એને અજબની મીઠાશ આપે છે. પણ, એને મારા પ્રશ્ન સાથે શો સંબંધ છે એ કંઈ સમજાયું નહિ!' કોઈ ગુફામાંથી આવતો હોય એવા ધીમા અવાજે બ્રિજમોહને કહ્યું : ‘ભસ્માનંદ નામે એક તાંત્રિક કાશીમાં રહે છે. એની પાસે અભુત કીમિયાગીરી છે એવું સાંભળીને, એક દિવસ, હું પણ તમારી જેવો જ પ્રશ્ન લઈને, તમે મારામાં જુઓ છો એવી સિદ્ધિની શોધમાં ભટકતો ભટકતો અહીં આવ્યો હતો. એ વખતે હું હતો છોકરડા જેવો નાદાન. આ લલ્લનજીએ મને આશરો આપ્યો. એમની પાસે સંગીતવિદ્યાની અલૌકિક સાધના અને સિદ્ધિ છે. એમનો વારસો જાળવનારા કોઈ તરંગી શાગીર્દની શોધમાં તેઓ હતા. ઈશ્વરે મારા કંઠમાં પણ અનોખી બક્ષિસ મૂકી છે. શી રીતે અને ક્યાંથી એ આવી એની તો મનેય ખબર નથી. પણ એ વાત તમને કંઈક માંડીને કહું. ‘મારું મૂળ નામ છે મોહનગિરિ. કાઠિયાવાડમાં બગસરા પાસેના એક ગામમાં મારો જન્મ. અતીત બાવાનો દીકરો. મારા બાપુ પૂજારી. અમારે ત્યાં ભજનમંડળીઓ જામે. સારાસારા ભજનિકો આવતા, એક વાર હું જે ગીત સાંભળું એના સ્વર, લય, ઢબ પકડી લેવાની મને કોણ જાણે કેવી રીતે, પણ બચપણથી ફાવટ આવી ગઈ. જયારે ગાતો ત્યારે સાંભળનારા છક્ક થઈ જતા. મારા ગળામાંથી વહેતી પંક્તિએ પંક્તિ હવાને મધુરતાથી ભરી દેતી. ગામમાં અને પછી તો આખા પંથકમાં મારા નામનો ડંકો વાગી ગયો. નાનામોટા સરઅવસરે લોકો મને ગાવા માટે બોલાવવા લાગ્યા. કંઠની સાથે ઈશ્વરે મને ખૂબસૂરતી પણ ગજબની આપી દીધી. ગામની સ્ત્રીઓ મારી પાછળ ઘેલી હતી. અને ભાઈ, મને પણ મનમાં ઠસી ગયું કે હુંયે ‘કંઈક’ છું! વાત લંબાવ્ય શો ફાયદો? એમ કરતાં કરતાં પડખેના ગામના સંસારી મહંત પ્રેમગિરિની દીકરી વીજળી મારી નજરમાં વસી ગઈ. ગાયનકળા અને રૂપ એ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379