________________
પરિશિષ્ટ : “. તે યોજાં વાચF'૨૬૭
પ્રભુ પ્રત્યેની દરબારની આવી અચળ આસ્થાથી અને તેમની નિડરતા, નિખાલસતા અને સ્વસ્થતાથી એ સાત્વિક અંગ્રેજ અધિકારી પ્રભાવિત થયો. દરબાર માટે અંતરમાં એને આદર થયો. એ જ વખતે એણે રેસિડેન્સીના દફતરમાં આદેશાત્મક નોંધ કરી કે લોધિકા દરબારનું કોઈ કામ પડે તો એમને કદી મધ્યાહન પૂર્વે થાણે બોલાવવા નહિ. એ સમયે તેઓ પ્રભુપ્રાર્થનામાં લીન રહે છે; માટે, બપોર પછીના સમયે જ એમને બોલવવા.
આત્મરત સાધકને પરમાત્મા પોતે જ સાચવે છે. “ધર્મો રક્ષતિ કિત: ' તમે ધર્મનું રક્ષણ કરો – જીવનમાં આચરો - તો એ ધર્માચરણ જ તમારું રક્ષણ કરે છે. “રેવા વ ત નમન્ત ન ધને સT મો” * –‘જેનું ચિત્ત ધર્મથી સદા વાસિત રહેતું હોય તેને દેવો પણ નમે છે' એમ કહીને ભગવાન મહાવીરે પણ આ જ તભને વાચા આપી છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ સાધકને ધરપત આપે છે કે જેઓ અનન્યભાવે મને આરાધે છે તેના યોગક્ષેમની ચિંતા સ્વયં હું
"अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते। તેવાં નિત્યfમધુસ્તાન યોગક્ષેમં વાયરા” **
* દશવૈકાલિક સૂત્ર, અ. ૩, ગાથા ૧. ** ભગવદ્ગીતા, અ. ૭, શ્લોક ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org