Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 329
________________ ૨૮૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ કેટલાક ‘મહાત્મા’ સામેની વ્યક્તિના મનમાં રહેલો પ્રશ્ન ‘જાણી લઈ એ વ્યક્તિની મુઠ્ઠીમાં રખાવેલા કોરા કાગળ પર એના પ્રશ્નનો ઉત્તર અકળ રીતે લખી દેવાનો ચમત્કાર બતાવી ભોળા લોકોને પોતાની સિદ્ધિથી આંજી દેતા હોય છે; હકીકતમાં એ ચમત્કારમાં એમની સિદ્ધિ નહિ પણ એમણે સાધેલા પ્રેતાત્માઓનો સહયોગ જ કારણભૂત હોય છે. કેટલીક વાર, કેવળ હાથચાલાકીના પ્રયોગથી પણ વિવિધ ‘સિદ્ધિઓ 'નો આભાસ ઊભો કરવામાં આવે છે. આવી ‘સિદ્ધિઓ'ના પ્રદર્શનથી લોકોમાં આકર્ષણ જમાવી થોડો વખત તો એ ‘મહાત્માઓ મોજ માણે છે; પરંતુ એ સેવાના બદલામાં પેલા પ્રેતાત્માઓની ઇચ્છાઓ અને અતૃપ્ત વાસનાઓ સંતોષવા એમને કેટલીક અધમ પ્રવૃત્તિઓમાં ઘસડાવું પડે છે. ફલત: આવા કહેવાતા સિદ્ધપુરુષોનું જીવન ઊર્ધ્વગામી બનવું તો દૂર રહ્યું, સાત્ત્વિક અને નૈતિક ભૂમિકાનું પણ નથી રહી શકતું. તેથી, વાસ્તવિકતામાં તો, એ ‘સિદ્ધો' આંતરિક પરિતાપમાં જ શેકાતા હોય છે. આત્મિક શાંતિ અને આત્મતૃપ્તિની મસ્તીનો સ્વાદ તો તેમને સ્વપ્નમાંયે દુર્લભ હોય છે.* દિવસો સુધી જમીનમાં દટાઈ રહેવાની શક્તિને પણ આત્મવિકાસ સાથે કશો જ સંબંધ નથી. એકસાથે અઠ્ઠાવીસ દિવસ સુધી જળસમાધિ લેવાનો સફળ પ્રયોગ કરી દેખાડનાર ઇજિપ્તના પ્રસિદ્ધ ફકીર તાહા બે એ, પોલ ખૂંટન આગળ પોતાની એ શક્તિનું રહસ્ય ખુલ્લું કરતાં, આ તથ્ય સ્વમુખે સ્વીકાર્યું છે. આ શી રીતે શક્ય બને છે તેના વિગતવાર અહેવાલ માટે જુઓ : Paul Brunton, A Search In Secret India, Chap. 3: A Magician out of Egypt, pp. 35-43, (Rider & Co., London). | ગુજરાતી અનુવાદ : યોગેશ્વર, ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં, પ્રકરણ ૨ : ઇજિપ્તના જાદુગર. (વોરા એન્ડ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.) * સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામતા આવા “યોગીઓ' પોતે અંતરમાં કેવા દુ:ખી હોય છે તેનો હૂબહૂ ખ્યાલ મેળવવા વાંચો: પ્રકરણના અંતે પરિશિષ્ટ : સિદ્ધિના આતશની અંગ દઝાડતી રાખ. Secret Egypt', 90. Dr. Paul Brunton, “A Search In Opp. 104-123, (Rider & Co., London). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379