________________
૨૨૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
પૂર્વાચાયોંનું આવું અસંદિગ્ધ અને પ્રેરક માર્ગદર્શન આપણી સામે હોવા છતાં, એને અનુસરવાનું સાહસ અને નૈતિક હિંમત આપણે જો દાખવી ન શકતાં હોઈએ તો, મૂળમાં આપણો સંવેગ જ મોળો ન ગણાય? માટે, ગુર્વાજ્ઞાનું બહાનું આગળ ધરીને, વર્ષોથી સાચા સાધનામાર્ગથી જે વિમુખ રહેતાં આવ્યાં હોય એવાં સાધુ-સાધ્વીએ એ આત્મખોજ કરી લેવી રહી કે સાચો સાધનામાર્ગ અપનાવી લેવામાં તેને ખરેખર ગુર્વાજ્ઞાનું બંધન નડે છે કે સમુદાયની સાથે રહેતાં મળતાં મહત્ત્વ | માન-સન્માન, શ્રદ્ધાળુ ભક્ત-સમુદાય અને પદ-પ્રતિષ્ઠા - ની આસક્તિ? એ આસક્તિએ જ આજ્ઞાધીનતાનું મહોરું નથી ઓઢી લીધું ને?
...તો, મુમુક્ષા
કાચી
છે.
જ્યારે ભવસ્થિતિ પાકે, આત્મા જાગે અને અંતરમાં સાચી મુમુક્ષા ભભૂકી ઊઠે છે ત્યારે એ આત્માને ઉપરછલ્લા ધર્માચરણથી જંપ વળતો નથી. એનું સમગ્ર અસ્તિત્વ સાચો ધર્મમાર્ગ પામવા ઝંખે છે. સાચા સંતોના જીવન અને ઉપદેશના ઉજાસમાં પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું નિરીક્ષણ-પરીક્ષણ કરી તેની અશુદ્ધિઓ દૂર કરવા એ સ્વયં કટિબદ્ધ બને છે; એના જીવનની અગ્રિમતાઓ અને મૂલ્યો બદલાઈ જાય છે. એ પછી પદ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, માન-સન્માન, ભોગસુખ એના જીવનનાં પ્રેરક અને ચાલક બળ નથી રહી શકતાં. જીવનની સફળતા-નિષ્ફળતા માપવા એ સમાજની સામે મીટ માંડી નથી બેસતો. મુક્તિની દિશામાં ગતિ કરવાની તડપન એને અંતર્મુખ બનાવી દે છે. ભૌતિકતામાં રત મોહમૂઢ સમાજની નિંદા-સ્તુતિ પ્રત્યે એ ઉદાસીન બની જાય છે. લોકરંજનની પ્રવૃત્તિમાં પોતાનાં સમય-શક્તિ વેડફવાં એને પરવડતાં નથી.
धर्मादयः पुरुषार्था बाध्यन्ते, तदा न तन्निवृत्तिपरेण भाव्यं किंतु पुरुषार्थाराधनपरेणैव, अतिदुर्लभत्वात् पुरूषार्थाराधनकालस्येति।
– યોગબિંદુ, શ્લોક ૧૧૪.
૫૩. તાવદિવાવી ઝન %યાવન વૈવામરસે સુહા .
– દૈયપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org