________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૨૭
વિક્ષેપ આવી પડે છે. આમ થતું ટાળવા માટે જ પોતાની સાધના અથવા ‘મંત્ર' ગુપ્ત રાખવાનું સૂચન અનુભવીઓ કરે છે.
પોતાથી અધિક પ્રબુદ્ધ વ્યક્તિઓ પાસેથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ હોય ત્યારે જિજ્ઞાસુભાવે, કે કોઈ જિજ્ઞાસુની સાચી જ્ઞાનભૂખ સંતોષી શકાની હોય એવા પ્રસંગે વાત્સલ્યથી પ્રેરાઈ, ચર્ચા-વિચારણા ભલે કરીએ, પણ આગ્રહી વ્યક્તિઓ સાથે વાદવિવાદમાં કાળક્ષેપ કરવો ન ઘટે. એ વિવાદમાંથી નીપજતું કંઈ નથી, ને પોતાનાં સમય-શક્તિ કેવળ બરબાદ જ થાય છે. માટે એવી નિ:સાર" ચર્ચાઓમાં વધુ રસ ન લેતાં, સાધકે પોતાની સમગ્ર શક્તિ સાધનામાં કેન્દ્રિત કરવી ઘટે. ચર્ચાથી–તર્કથી તસ્વનિર્ણય કરવા મથવું એ દાર્શનિકને શોભે, સાધકને નહિ. સાધકનો માર્ગ અનુભૂતિનો છે.
૫૪. (i) અખો કહે એ અંધારો કૂવો,
ઝઘડો મિટાવી કોઈ ન મૂઓ. (ii) षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः। नानापथे सर्वजन: प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ।।
– શ્કયપ્રદીપ પત્રિશિકા, શ્લોક ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org