________________
ચિત્તસ્થર્યની કેડીઓ ૧૬૧ સામાન્યત: શ્વાસોચ્છવાસની ક્રિયા અનૈચ્છિક છે, પણ તે ઇચ્છાવત જ્ઞાનતંતુઓના નિયંત્રણ હેઠળ પણ આવી શકે છે. તેથી, ચિત્ત કરતાં શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયમન કરવું સહેલું પડે છે. આથી, ચિત્તની દોડને પોતાની ઇચ્છાનુસાર ન રોકી શકનાર પ્રારંભિક અભ્યાસી શ્વાસોચ્છવાસના નિયંત્રણ દ્વારા ચપળ ચિત્તની એ દોટ ઉપર અંકુશ મેળવી, ધારણાધ્યાનના અભ્યાસમાં સરળતાથી પ્રગતિ સાધી શકે છે.
જૈન પરંપરા અને શ્વાસોચ્છવાસનું આલંબન
‘શ્વાસોચ્છવાસના અવલંબને ચિત્તધૈર્ય'ના આ સિદ્ધાંતનો સ્વીકાર અને પ્રયોગ જૈન સાધના-પ્રણાલિમાં પૂર્વે વ્યાપકપણે થયો છે, એની પ્રતીતિ આગમોમાં આવતા, કાયોત્સર્ગની અવધિ દર્શાવતા, ઉલ્લેખો આપે છે. મુનિનાં અને શ્રાવકોનાં દૈનિક અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગની ક્રિયાની એવી વ્યાપક ગૂંથણી છે કે જેથી આ પ્રક્રિયાનો અભ્યાસ હરહંમેશ થતો રહે. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં-ક્રિયામાં જતાં, તે ક્રિયાનો પ્રારંભ બહુધા ‘ઇરિયાવહી પ્રતિક્રમણ'થી કરાય છે કે જેમાં પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનું વિધાન છે; અર્થાત્ તન કે મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી નવી પ્રવૃત્તિમાં જોડાવાનું હોય ત્યારે પચીસ શ્વાસોચ્છવાસ સુધી કાયાને સાવ શિથિલ અને નિશ્ચલ રાખી, મૌન રહી. શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે, જેથી પછીની ક્રિયા શાંત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. જુદા જુદા નિમિત્તે અને સમયે કરાતા કાયોત્સર્ગની ક્રિયા એકસરખી હોવા છતાં એનો સમય દરેક પ્રસંગે એકસરખો નથી. કાયોત્સર્ગની એ વિવિધ સમયમર્યાદા શ્વાસોચ્છવાસની સંખ્યાથી સૂચવાઈ છે; જેમ કે ઇરિયાવહી પ્રતિક્રમણનો કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ, થોય (સ્તુતિ) પૂર્વે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ, તો પ્રભાતે ‘કુસુમિગ-દૂમિણ’નો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ. ઇરિયાવહી પ્રતિક્રમણનો વિધિ તો મુનિને ડગલે ને પગલે કરવાનો હોય છે. અર્થાત્ મુનિને એકલી ‘ઇરિયાવહી’ની ક્રિયા નિમિત્તે રોજ અનેક વાર થતા પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગમાં આ ક્રિયાનો અભ્યાસ સતત
૪. વ્યવહારસૂત્ર, પીઠિકા, ગાથા ૧૧૧-૧૨૫, (પૃષ્ઠ ૩૮-૪૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org