________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૭૯ આમ થતાં, ફાલતુ વિચાર શમી જશે અને મન ફી અંતર્મુખ બનશે. પરંતુ આ સ્થિતિ વધુ વખત ટકશે નહિ; ફરી અન્ય વિકલ્પ ઊઠવાનો. વિકલ્પ ઊડ્યો છે એ ખ્યાલ આવે કે તરત જ પ્રશ્ન કરો કે “એ વિકલ્પ કોણ કરે છે?'
ચિત્તમાં ઊભરાતા વિચારોને સમૂળગા શાંત કરી દઈ, વિચારના ઉદ્ભવસ્થાનરૂપ વિશુદ્ધ ચૈતન્યનો અપરોક્ષ અનુભવ મેળવવો એ આત્મવિચાર'નો મૂળ ઉદ્દેશ હોવા છતાં, એના અભ્યાસની પ્રારંભિક ભૂમિકામાં તો, ભટકતા ચિત્તને ચિંતનની એક ધારામાં જોડી રાખવું અને ચિત્તના વિચાર-ચરખાની ગતિ ઉપર કંઈક નિયંત્રણ મેળવવું એને જ ધ્યેય બનાવવું રહ્યું. પ્રારંભિક અભ્યાસીને તો એ કામ પણ ઘણું કઠિન જણાશે. તમે એક વિચારને દૂર કરશો ત્યાં બીજો પેઠો જ સમજો. પણ પ્રારંભિક નિષ્ફળતાથી નિરાશ થયા વિના અભ્યાસ ચાલુ રાખવો. ચિત્ત આત્મ-અન્વેષણમાંથી અન્યત્ર સરકી ગયું છે એ ખ્યાલ આવે ત્યારે ત્યારે તેને ત્યાંથી પાછું ખેંચી લઈ ફરી ફરીને એ અન્વેષણમાં જોડતા રહો, તો ચિત્ત શાંત પડતું જશે.
“કોણ?” એ એક જ વિચારધારાને આગ્રહપૂર્વક નિરંતર વળગી રહેવાનું શુભ પરિણામ થોડા સમયમાં દેખાયા વિના રહેશે નહિ. આ અભ્યાસ વડે ચિત્તની એકાગ્રતા વધે છે, તેની સાથે જ “અહ' ઉપર/મોહ ઉપર પણ ઘા પડે છે. આ માત્ર બૌદ્ધિક અન્વેષણ નથી; અન્ય ધાનાભ્યાસ કરતાં પણ આ પ્રક્રિયા જુદી છે. અન્ય બાનોમાં બતાથી જુદું કોઈ બેય હોય છે, જયારે આ પ્રક્રિયામાં ધ્યાન માટેનું જુદું ધ્યેય નથી. આમાં તો સર્વ વિચારપ્રવાહોને ખંભિત કરી દઈ, ‘અહં' અર્થાત્ “'ની પ્રતીતિના પૃથક્કરણમાં – ‘હુંનું ભાન ક્યાંથી ઊઠે છે? એ શું છે? એ અન્વેષણમાં– અંતર્મુખ રહી, સ્વ-રૂપને જ અનુભવવાનો પ્રયાસ છે, અહં સાથેનું યુદ્ધ તેમાં સમાયેલું છે. તેથી આનો અભ્યાસ વધતાં જીવનમાં સવૃત્તિઓ અને સગુણો સ્વયં વિકસતાં જાય છે, અને અશુભ વાસનાઓ આપોઆપ ખરી પડે છે.
પ્રારંભમાં, ઉપર્યુક્ત રીતે, અન્ય સર્વ પ્રવૃત્તિ બંધ કરીને, નિત્ય નિયત સમયે, નિરંતર, અડધો કલાક કે કલાક એ અભ્યાસ કરવો અનિવાર્ય છે; પણ એટલું જ પર્યાપ્ત નથી. “આત્મવિચાર’ સમગ્ર જીવનમાં વણાઈ જવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org