________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૫૭ પ્રાદેશિક નિયામક અને સુબુદ (- ઇન્ડોનેશિયામાં જન્મેલ એક આધ્યાત્મિક પંથ)ની ભારતીય શાખાના પ્રમુખપદે રહી ચૂકેલ શ્રી શહીદ પ્રવીનના જીવનની આ ઘટના છે. આત્માની સહજ- ઇન્દ્રિયનિરપેક્ષ–જ્ઞાનશક્તિની એક ઝાંખીએ પોતાને કટ્ટર નાસ્તિકમાંથી આધ્યાત્મિક પંથે વિહરતો સાધક શી રીતે બનાવી દીધો, એનું ધ્યાન ધ વે ધ સ્પિરિટ લીડ્ઝ' શીર્ષક એક લેખમાં તેમણે આપ્યું છે. તેઓ લખે છે કે –
“યુવાનીમાં હું ધર્મ પ્રત્યે ઉદાસીન હતો, મારાં માબાપને ખોટું ન લાગે એટલા પૂરતું હું વાર-તહેવારે મંદિરમાં જતો અને ઘેર થતાં ધાર્મિક વિધિવિધાનોમાં ભાગ લેતો. ભગવાન પાસે મારી ઇચ્છાપૂર્તિની માગણી હું કરતો ખરો – તે વખતે ભગવાનનો મારે મન બીજો ઉપયોગ હતો પણ
શો?
“ઈ. સ. ૧૯૩૨માં કૉલેજ છોડ્યા પછી, લીઓન ટ્રૉસ્કીનું પુસ્તક ‘માય લાઇફ” મારા વાંચવામાં આવ્યું અને એ સાથે જ જડવાદી વિચારધારાનો ધોધ મારા મનમાં વહેતો થઈ ગયો. હું માર્કસ, ઇંજલ્સ (Engels) અને લેનિનનું સાહિત્ય આતુરતાભેર વાંચી ગયો. મારે મન એ જ મહાપુરુષો હતા. હું કટ્ટર નાસ્તિક બન્યો. જડ જ મારે મન સર્વસ્વ હતું, આત્માનું મારે કોઈ મહત્વ રહ્યું નહોતું. જીવનના કોયડા ઉકેલવા માટે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવાની કોઈ જરૂર મને દેખાતી નહોતી. યોજનાબદ્ધ કાર્ય કરીને માણસ એના કરતાં (ઈશ્વર કરતાં) સારું સર્જન કરી શકે.
ઈ. સ. ૧૯૩૮માં કંઈક એવું બન્યું કે જેથી મારા આ નિર્ણયોમાં શંકાઓ જન્મી. એક દિવસ હું ઓફિસમાં હતો ત્યારે ઘેર બની રહેલી એક ઘટનાનું મને અનાયાસ જ્ઞાન થયું. જેમની સાથે હું રહેતો હતો તે કુટુંબની કેટલીક વ્યક્તિઓ અને મકાનમાલિકના કુટુંબમાંથી થોડા જણ મળીને દીવાલ ઉપર ટાંગેલા મારા ફોટા વિશે ચર્ચા કરતા હતા : હું ખરેખર કેવો દેખાતો હતો અને ફોટામાં કેવો દેખાતો હતો, એ હતો એમની ચર્ચાનો વિષય. મેં ન તો કોઈ આભાસ જોયો કે ન કાંઈ અવાજ સાંભળ્યો, પણ મેં જાણ્યું–‘જાણવું” એ ક્રિયાપદના પૂરા અર્થમાં જાણ્યું. ઇન્દ્રિયોની કોઈ સહાય વિના એ ઘટના, વાતચીતના શબ્દો અને એ શબ્દો ઉચ્ચારતી વ્યક્તિઓનું મને જ્ઞાન થઈ ચૂક્યું હતું! એ વિચિત્ર અનુભવ હતો. તેથી કુતૂહલવશ મેં મારી ઘડિયાળ જોઈને સમયની નોંધ લીધી અને મેં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org