________________
૫૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
જીવનવ્યવહાર ઉપર પ્રાય: પડે છે. નવા ઉન્નત આદર્શોની ક્ષિતિજો એમની સમક્ષ વિસ્તરે છે. દૃષ્ટિની વિશાળતા અને આશાવાદી જીવનદૃષ્ટિ અનુભવવાળી વ્યક્તિનું આગવું લક્ષણ બની રહે છે. તેની દૃષ્ટિ ઉપરછલ્લી મટી તત્ત્વગ્રાહી બને છે; બાહ્ય દેખાવોથી તે ભરમાઈ નથી જતી કે નથી ગાડરિયા પ્રવાહમાં તણાતી. ધર્મ, નીતિ, દેશપ્રેમ, જીવનધોરણ આદિ કોઈ પણ બાબતમાં પ્રચલિત માન્યતાઓ કે ધોરણોને એ પોતાની વિવેકબુદ્ધિથી નાણી જુએ છે. શાસ્ત્રવચનોનું હાર્દ પણ એ શીઘ્ર પકડી શકે છે. નિરર્થક વાદ-વિવાદમાં એને રસ નથી રહેતો. પરિણામે બીજાઓ જ્યાં ઉગ્ર ચર્ચાઓમાં ઘસડાઈ જતાં હોય છે, ત્યાં એ શાંત રહે છે.
એના એક કૃપાકટાક્ષે પલટેલું જીવનવહેણ
=
પૂર્ણ આત્માનુભવ મળે એ પહેલાં કોઈને એની ઝાંખી પ્રાપ્ત થાય છે. જેમ અચાનક બારણું જરા ઉઘડે કે પવનના ઝપાટાથી પડદો જરા ખસે અને તરત જ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય, તેવા ટાણે એની પાછળ રહેલખંડનો કંઈક ખ્યાલ બહાર ઊભેલાને મળી જાય છે, તેમ શુદ્ધ ચૈતન્યનો પૂરો પરિચય નહિ પણ તેના જ્ઞાન, આનંદ, વીર્ય આદિ કોઈ એકાદ ગુણનો પરચો આવા અવસરે મળે છે; જેમ કે, બાહ્ય જગત દિષ્ટ આગળથી અચાનક અલોપ થઈ જાય, વૃત્તિ અંતર્મુખ બને અને કોઈને પોતાની અંદર અદમ્ય શક્તિની લહેરો ઊઠતી અનુભવાય છે — જાણે પર્વતનો પણ ચૂરો કરી શકાય એવી તાકાત પોતામાં ઊભરાતી અનુભવાય છે; તો કોઈને અવર્ણનીય શાંતિ અને અનુપમ સુખનો આનંદનો અનુભવ મળે છે; તો કોઈને, ઇન્દ્રિયોની સહાય વિના જ થતી જ્ઞાનની સ્ફુરણા દ્વારા, આત્માની સહજ જ્ઞાનશક્તિની પ્રતીતિ મળે છે. સ્વરૂપની આવી ઝાંખી પ્રાપ્ત કરનાર વ્યક્તિ પૂર્ણ અનુભવ પ્રાપ્ત કરનારના જેવું આમૂલ પરિવર્તન પોતાની જીવનદૃષ્ટિમાં ન પણ પામે, કિંતુ આધ્યાત્મિક તથ્યો અને અનુભવોમાં એનો વિશ્વાસ તો આવી એકાદ ઝાંખીથી પણ દઢમૂલ બની જાય છે.
આવી એકાદ ઝાંખી પણ વ્યક્તિની જીવનદૃષ્ટિમાં કેવી ક્રાંતિ આણે છે તેનું એક સમકાલીન ઉદાહરણ આપણે અહીં જોઈએ. રાષ્ટ્રીય ઉત્પાદન સમિતિ (ધ નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, કલકત્તા)ના એક વખતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org