________________
સમવ: સાધનાનો રાજપથ૧૨૫
એક ચાલુ ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે. પાણીમાં આપણે સાકર નાખીએ છીએ તો તે થોડી વારમાં ઓગળી જાય છે. સાકરનું જુદું અસ્તિત્વ વરતાતું નથી, પણ પાણી ગળું લાગે છે. સાકરના સ્થાને મીઠું હોય તો પાણી ખારું લાગે છે. સૌનો આ અનુભવ છે. કિંતુ વાસ્તવિકતા એ છે કે સાકર ઓગળીને પાણીમાં અદશ્ય થાય છે અને પાણી ગળ્યું થઈ જાય છે ત્યારે પણ સાકરના રેણુઓ – molecules અને પાણીના રાણુઓ તો એમના એમ જ રહે છે; અર્થાત્ એ બેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તેમનું કોઈ નવા યોગિક દ્રવ્યમાં–‘કંપાઉન્ડમાં રૂપાંતર થતું નથી. નિશ્ચયનયની પરિભાષામાં આ વાત કરીએ તો એમ કહેવાય કે “પાણી અને સાકર બંને સાવ સ્વતંત્ર છે; દરેક પોતપોતાના સ્વભાવમાં રહે છે– પાણી ઉપર સાકરની કાંઈ અસર નથી, કે ન સાકર ઉપર પાણીની કોઈ અસર છે. પાણીમાં સાકર નાખો કે મીઠું નાખો, પાણી તો, એ બેયથી અસ્પષ્ટ, પાણી જ રહે છે.’ પાણીમાં સાકર ભળે કે મીઠું ભળે, રાસાયણિક દૃષ્ટિએ પાણી તો એ બેયથી અસ્પષ્ટ જ રહે છે : આ વાત એ સ્તરે સાચી હોવા છતાં, રોજિદા વ્યવહારમાં દરિયાનું પાણી સહજ ભાવે કોઈ પીશે ખરું?
એ જ રીતે ઠંડું પાણી, ઊકળતું પાણી, વરાળ અને બરફ એ ભેદો વ્યવહારના સ્વીકારે; પણ તાત્વિક દષ્ટિએ એ ચારેમાં કશો ફરક નથીરસાયણશાસ્ત્રીને મન એ ચારે 100 અર્થાત્ પાણી છે; દરેકનું મૂળ ઘટકતત્ત્વ એકસરખું છે : દરેકના રોગમાં હાઈડોજનના બે આણુ અને ઓક્સિજનનો એક આશુ છે. તેથી તાત્ત્વિક દષ્ટિએ બધાં પાણી' જ છે, પરંતુ વ્યવહારમાં પાણી, વરાળ અને બરફનો ભેદ લક્ષમાં રાખી, તેમના ઉપયોગમાં વિવેક વાપરવો પડે. રેલવે એન્જિન દોડાવવા માટે વરાળ જ જોઈશે અને આઇસ્ક્રિમ બનાવવા માટે બરફની જ જરૂર પડવાની, એટલું જ નહિ, પાણીમાં પણ ઠંડા પાણી અને ઊકળતા પાણીનો ભેદ કર્યા વિના કોઈ નાહવા બેસશે ખરું?
માટે આત્માર્થી મુમુક્ષુએ એ સમજવું ઘટે કે ‘પરની – અર્થાત્ નિમિત્તોની-આત્મા ઉપર કંઈ અસર નથી” એ નિશ્ચયનયના કથનને આગળ કરી, વ્યવહારનયે પણ જાણે પરની આત્મા ઉપર કંઈ અસર નથી એમ માની લઈ, જીવનમાં યમ-નિયમ-સંયમની ઉપેક્ષા કરવી કે શુભાશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org