________________
પરિશિષ્ટ યુગની માગ આપણું કર્તવ્ય
આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવના સ્વરૂપ મનની વાત'માં, તે અરસામાં, ભગવાન મહાવીર પ્રભુના ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણકની વ્યાપક અને રાષ્ટ્રીય ધોરણે ઉજવણી કરવા અંગે શ્રીસંઘમાં પ્રવર્તમાન પરસ્પર ટકરાતા વિચારપ્રવાહોના સંદર્ભમાં, લેખકનું મનોમંથન રજૂ થયેલું. ઉજવણીનો એ પ્રસંગ પસાર થઈ ગયો હોવાથી, તવિષયક સમીક્ષા ત્રીજી આવૃત્તિમાં અપ્રસ્તુત જણાતાં, “મનની વાત'માંથી મેં તે પડતી મૂકેલી. કિંતુ અન્યત્રથી મને એવા નિર્દેશો મળ્યા કે “એક વિવાદગ્રસ્ત બાબત અંગે એ સમીક્ષામાં જે સ્વસ્થ, તટસ્થ અને નીડર નિરૂપણ થયેલું છે, તેનું ઐતિહાસિક મૂલ્ય તેના પ્રાસંગિક મૂલ્ય કરતાં અનેકગણું છે. વળી, આપણી શ્રમણ સંસ્થાનું લક્ષ આજે સાધના કરતાં ‘શાસનપ્રભાવના' પર જે રીતે કેન્દ્રિત થઈ રહ્યું છે તે સંદર્ભમાં પણ એ સમીક્ષામાં જે વિશ્લેષણ અને રચનાત્મક સૂચનો છે તે આજે પણ એટલાં જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એટલે એ લખાણ કમી કરવામાં આવે તે ઇષ્ટ નથી.” ફેરવિચાર કરતાં મને પણ લાગ્યું કે એ સમીક્ષા આ પ્રકરણના અંતિમ મુદ્દાની વિચારણામાંયે પૂરક થઈ શકે એમ છે. આથી, તે અત્રે પરિશિષ્ટરૂપે વાચકો સમક્ષ મૂકી રહ્યો છું.
– લેખક
‘વીરનિર્વાણ પછી અઢી હજાર વર્ષે શ્રી જિનશાસનનો પુન: અભ્યદય થશે' એવી માન્યતા સૈકાઓથી જૈન સંઘમાં પ્રવર્તે છે. એ સૂચિત સમયમર્યાદા આ વર્ષે પૂરી થાય છે. એટલે હવે, શ્રી જિનશાસનની જાહોજલાલી આપણી નજરે નિરખવાની અને તેમાં ક્યાંક નિમિત્તભૂત બનવાની પણ આશા આપણે રાખી શકીએ. શ્રી જિનશાસનના અભ્યદયમાં કોઈક રીતે ક્યાંક નિમિત્ત બની શકીએ એથી ડું શું હોય? પણ એ માટે પ્રથમ તો, આપણે એ સમજવું આવશ્યક છે કે શ્રી જિનશાસન એટલે શું? અને તેનો અભ્યદય એટલે શું? શાસનનો અર્થ છે આજ્ઞા. વિશ્વકલ્યાણ અર્થે પરમ કારુણિક શ્રી જિનેશ્વરદેવે ચીંધેલ અહિંસા, પ્રેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org