________________
જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૯
આથી મુનિનો એ મનોરથ હોય કે “કયારે હું કૃતસાગરનો પાર પામું.” પણ સમગ્ર શ્રતસાગરનો પાર પામવો કેટલાને શકય હોય? સમય, શક્તિ અને સંયોગોની મર્યાદા એ મનોરથની સિદ્ધિની આડે નડતી હોય છે. તેથી સાધકને માટે કોયડો એ રહે છે કે કેટલું અને શું ભણવું? આ મૂંઝવણના ઉકેલ માટે શાસ્ત્ર સાધકને શું અને કેટલું ભણવું?–એ ન કહેતાં, આર્ત-રદ્રધાન નિવારી ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું શ્રુત મેળવવાનું પૂર્વોક્ત બહુમૂલું સૂચન કર્યું છે. પછી એ પાંચ ગ્રંથો હો કે પિસ્તાલીસે આગમો હો કે માત્ર ‘અષ્ટ પ્રવચનમાતાનું જ જ્ઞાન’ હો. શ્રત મેળવવા પાછળનો મૂળ આશય ભુલાઈ ન જાય એ માટે શાસ્ત્રકારોએ એક ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો આ કાર્ય ન થતું હોય તો બહોળું શ્રત પણ માત્ર ભારરૂપ જ સમજવું." – સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે ?
જે દયાવાન છે, કરુણાર્ક છે, નિર્દભ છે, ગુણગ્રાહી છે, અને આત્મનિષ્ઠ ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન અનુસાર આત્મસાધનામાં દત્તચિત્ત છે, તે ભલે માત્ર એકાદ પદ જ જાણતો હોય તોયે જ્ઞાની છે."
અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન' એટલે સમિતિ-ગુપ્તિપૂર્વકનું જીવન. સમિતિ માગે છે આત્મીયતા અને નિર્વ્યાજ પ્રેમથી પ્રેરાઈ જીવજગતના હિત-સુખ માટે ઘસાઈ છૂટવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર; અને ગુપ્તિની માંગ છે આત્મસાધના-કેન્દ્રિત જીવન.
સમિતિપૂર્વકનું જીવન જીવવા માટે રસ્તે ચાલતાં નજર નીચી જ ઢાળેલી રાખવી, બોલતાં મુહપત્તિ મુખે રાખવી અને પૂજવું-પ્રમાર્જવું એટલું જ પૂરતું નથી, પણ એ બધાંની સાથે પ્રાણીમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી ધબકતું હૈયું હોવું જરૂરી છે. સમિતિ અને ગુપ્તિને પ્રવચનમાતા કહી. ૧૦. “સાર લહ્યા વિણ ભાર કહ્યો છૂત, ખર દૃષ્ટાંત પ્રમાણ;”
– ચિદાનંદજી મહારાજ. ૧૧. નિર્વા મળે, મને થર્મઃ | तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।।
- જ્ઞાનસાર, જ્ઞાનાષ્ટક, શ્લોક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org