________________
વાતો મોક્ષ માટે કામની નથી. અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો હોય તો એક જ દિવસના કેટલાય પ્રસંગો એવા હોય છે, વાઈફ સાથે, છોકરાં સાથે, તે યાદ રાખે તોય વૈરાગ્ય આવી જાય.
દાદાશ્રી કહે છે, અમારું તો આ આત્મજ્ઞાન છે. બીજું અમારે પાછલો કે આગલો અવતાર કશું દેખાયા નથી. અમને મોક્ષ જોઈતો હતો તે મળી ગયો. અમારે બુદ્ધિ જ નથી રહી. તેથી યાદગીરી હોય નહીં.
દાદાશ્રી કહે છે, જાતિસ્મરણમાં કયા કયા દેહ પ્રાપ્ત થયા છે એવું જે જ્ઞાન થાય છે, તે દેહની બહાર નીકળી ગયા છીએ. અમારી કેવળજ્ઞાનની જાતિ છે.
(૫.૩) ત્રિકાળજ્ઞાત જ્ઞાની પુરુષની દૃષ્ટિએ ત્રિકાળજ્ઞાનનો અર્થ એવો થાય છે કે દરેક વસ્તુના ભૂતકાળના પર્યાય અને ભવિષ્યકાળના પર્યાય વર્તમાનમાં કહી આપે. ત્યારે આપણા લોકો સામાન્ય રીતે એવું સમજે છે કે પહેલા થઈ ગયું, હમણાં થાય છે અને ભવિષ્યમાં થશે એ બધું દેખી શકે એને ત્રિકાળજ્ઞાન વર્તે છે. પણ તે એવું નથી.
ભવિષ્ય કાળને અત્યારે કહે તે વર્તમાન કાળ જ કહેવાય ને?
માટીનો ઘડો જોયો, તો આજે વર્તમાનમાં ઘડો છે, એ જોય કહેવાય. એ ઘડો ભૂતકાળમાં શું હતો? એના મૂળ પર્યાય શું હતા કે મૂળ માટી રૂપે હતો. માટીમાંથી કુંભારે એને ચાકડા પર મૂકીને ઘડો બનાવ્યો. પછી પકવ્યો, પછી બજારમાં વેચાયો, પછી અત્યારે છે એ સ્થિતિ, પછી ભવિષ્યમાં ભાંગી જશે. પછી ધીમે ધીમે એની ઠીકરી થશે. પછી ઠીકરીઓ ઘસાતી ઘસાતી પાછી માટી થશે. આમ ઘડાના ભૂતકાળ અને ભવિષ્ય કાળના બેઉ પર્યાયનું વર્ણન એ ત્રિકાળજ્ઞાન.
લોકદૃષ્ટિએ ભવિષ્યકાળમાં શું થશે તે બધું જાણી શકે તેને ત્રિકાળજ્ઞાની કહે છે. પણ દાદાશ્રી કહેતા કે એવું ત્રિકાળજ્ઞાન અમારી પાસે આવેલું પણ અમે પાછું કાઢ્યું કે નથી જોઈતું આવું. કારણ કે એ જ્ઞાનથી એવી ખબર પડે કે રસ્તામાં ગાડી અથડાશે અને એક પગ તૂટી જશે, તો માણસ શું
59.