Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 501
________________ ૪૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) શુદ્ધાત્મા અનુભવ થયો. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું, એ શબ્દરૂપ ભાન થયેલું છે અને જ્યારે નિરાલંબ થાય, ત્યારે તો કેવળજ્ઞાન કહેવાય અમુક પુણ્યશાળીઓને જ સ્કોપ, થશે એ એકાવતારી પ્રશ્નકર્તા : નિરાલંબ સ્થિતિ તો એબ્સોલ્યુટ થયા વગર પણ અનુભવ કરાયને ? દાદાશ્રી : ના, એબ્સૉશૂટ થયા પછી જ નિરાલંબ થાય. એટલે એબ્સૉલ્યુટ શરૂ થયું ત્યાંથી તે સંપૂર્ણ એબ્સૉલ્યુટ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી એબ્સૉલ્યુટ સ્થિતિ છે. એબ્સૉલ્યુટની બિગિનિંગ છે અને એન્ડ પણ છે. નિરાલંબ થવું તે જ કેવળજ્ઞાન જ થતું જવું. એક બાજુ નિરાવરણ અને નિરાલંબ બેઉ સાથે થતું જાય. પ્રશ્નકર્તા ઃ હવે અક્રમમાં ક્રમ ન રહ્યો તો કેવળજ્ઞાનમાં પણ ક્રમ ન રહેવો જોઈએ, કેવળજ્ઞાન થવું જ જોઈએને ? દાદાશ્રી : રહ્યો જ નથી પણ આ નિકાલ તો કરવો પડે ને, જે સંઘરેલો છે. પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીરને પણ આ બધું હતું ? દાદાશ્રી : ના, પણ એમને ત્રણ અવતાર થયા પછી આ થાય, તેને બદલે આ તો એક અવતારી છે. અક્રમ એટલે એક અવતારી. કેવળજ્ઞાન થઈ જ ગયું છે. માની લો ને હવે ! પણ એનું શું કામ છે આપણે ? મોઢે બોલવું એ ગુનો છે. ના હોય તે વસ્તુ બોલવી એ ગુનો છે. સાચી વસ્તુ હોયને, તેના અંતરાય પડેલા હોય એટલે આ સાચી વસ્તુ લોકોને કામ લાગે નહીં. આ તો અમુક જ માણસો, શાસ્ત્રમાં લખ્યું કે સાડા બાર હજાર માણસ એકાવતારી થશે. તે એટલા જ માણસોને માટે સ્કોપ છે. તે ચાર અબજની વસ્તી છે, બોલો ! પ્રશ્નકર્તા : કેટલા ? બાર હજાર માણસ ?

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522