Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 514
________________ (૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી સમજતા સમજતા છેલ્લું વ્યવસ્થિત, કરાવશે કેવળજ્ઞાત પ્રશ્નકર્તા : સો ટકા વ્યવસ્થિતમાં આવીએ ત્યારે આ કર્તાપણું જાય ? ૪૧૯ દાદાશ્રી : વ્યવસ્થિત સો ટકા એક્ઝેક્ટ સમજમાં આવી જાય તો કેવળજ્ઞાન થાય. ત્યાં સુધી જેટલી સમજણ પડે એટલું કેવળજ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે. વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે. આ જગતમાં કશું આવડતું ના હોય ને ‘વ્યવસ્થિત છે' એવું સમજાય તેને કેવળજ્ઞાન થઈ ગયું છે એમ કહેવાય. આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે પણ વ્યવસ્થિત સમજાવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને, પછી કશું સમજવા જેવું રહ્યું જ નહીં. વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય, તે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે. પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત બરોબર સમજાય તો કેવળજ્ઞાન છે' એ જરાક વધારે સમજાવો. દાદાશ્રી : આ વ્યવસ્થિત જેટલું સમજાયને એટલા કેવળજ્ઞાનના અંશ ખુલ્લા થઈ જાય. અને જેટલું સમજાય પછી એ સાઈડમાં જોવાનું જ ના રહે. જે જ્ઞાનમાં કંઈ જોવાનું બાકી ના રહે, એ કેવળજ્ઞાન કહેવાય. એટલે જ્યારે આખું રિલેટિવ જ્ઞાન ઊડી જાય છે ને, એ કેવળજ્ઞાન બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ. એ વ્યવસ્થિત એટલે સુધી સમજતા સમજતા જવાનું છે કે છેલ્લું વ્યવસ્થિત, કેવળજ્ઞાન ઊભું કરશે ! આ વ્યવસ્થિત અમારી શોધખોળ એવી સુંદર છે ! આ અજાયબ શોધખોળ છે ! આ વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે ને, પૂરેપૂરું ? સંપૂર્ણ વ્યવસ્થિત સમજાયે, થાશે પૂર્ણાહુતિ પ્રશ્નકર્તા : પૂરેપૂરું તો સમજ્યો કેવી રીતે કહેવાય ?

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522