Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 513
________________ ૪૧૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા ઃ દાદા, એ બોજો હલકો કરવા આપને અરજ કરી દાદાશ્રી : એ બરોબર છે. બોજો તમારે રાખવાનો નહીં. એ તો એની મેળે સામું જ આવવાનું હવે. આ આજ્ઞા પાળોને, એ પદ સામું આવવાનું. મારે ચોખ્ખું કહી દેવું જોઈએ કે શું છે આ ! કરેક્ટનેસ તો આવવી જોઈએને ? કેવળજ્ઞાન ! એબ્સૉલ્યુટ ! વ્યવસ્થિતતું પૂર્ણ જ્ઞાત, એનું નામ કેવળજ્ઞાત જગતના લોક કહે છે કે “કેવળજ્ઞાન” કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિને તો ઓળખો. આ તો “વ્યવસ્થિત’ શક્તિનું કામ જો કદી અમારું આપેલું વ્યવસ્થિત એક્કેક્ટ સમજે, તો આ બાજુ કેવળજ્ઞાન થાય એવું છે. જેટલી સમજ બેઠી અને ફિટ થઈ ગઈ અને એની પેલી બાજુ કેવળજ્ઞાન સામું થાય એવું છે. એ અમારી ફુલ (પૂર્ણ) સમજમાં આવ્યા પછી અમે આપેલું છે અને અમારી આ કેટલાય અવતારની શોધખોળ છે. વ્યવસ્થિત તો બહુ મોટી વસ્તુ છે. વ્યવસ્થિત સમજવું ને એક બાજુ કેવળજ્ઞાન થવું, બે સાથે થાય છે. એટલે આ વ્યવસ્થિત પૂરેપૂરું સમજવું જોઈએ. વ્યવસ્થિત સમજાઈ ગયું કે કલ્યાણ થઈ ગયું. વ્યવસ્થિત પૂરું સમજાય તે દહાડે કેવળજ્ઞાન થઈને ઊભું રહ્યું હોય. વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળજ્ઞાન. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળજ્ઞાન? દાદાશ્રી : હા, કેવળજ્ઞાન. આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેવું જ્યારે ફિટ થશે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522