Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 518
________________ (૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી ૪૨૩ દાદાશ્રી : હા, પણ જ્યાં સુધી ઈચ્છા છે બધાને ચૂકવવાની ત્યાં સુધી કશું વળે નહીં ને ! ત્યાં સુધી છદ્મસ્થ દશા થાય પછી. પ્રશ્નકર્તા પણ છદ્મસ્થનું તો શ્રુતજ્ઞાન છે ને? દાદાશ્રી: હા, શ્રુતજ્ઞાનનો વાંધો નહીં. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનમાં જ પરિણામ પામે. પ્રશ્નકર્તા ઃ દર્શન તો સરખું જ થાય ને ? દાદાશ્રી : હા, એનો એ અનુભવ સરખો હોય. પ્રશ્નકર્તા અનુભવ સરખો હોય ને, તો પછી આનંદ સરખો જ મળેને? દાદાશ્રી : આનંદેય મળે પણ થોડી ફાઈલો છે ને, તે ના લેવા દે અને પેલાને ફાઈલ નહીં. પ્રશ્નકર્તા ઃ એટલે છદ્મસ્થને ફાઈલ રહે ને ? દાદાશ્રી : બહુ ફાઈલો હોય. પ્રશ્નકર્તા: તો આપણે છદ્મસ્થ પરિસ્થિતિ જ પ્રાપ્ત કરી શકીએ ? દેહ ધારણ કરવાથી સંપૂર્ણ નિરાકાર પરિસ્થિતિ તો ના થઈ શકેને ? દાદાશ્રી : ના, સંપૂર્ણ શી રીતે થઈ શકે ? ફાઈલોનો નિકાલ થઈ જાય તો ઉકેલ આવે. ચારિત્રમોહ પૂરો થયે, થાય કેવળજ્ઞાત તીર્થકરોએ ડિસ્ચાર્જ મોહને ચારિત્રમોહ કહ્યો. કેવળજ્ઞાન થાય ત્યારે મોહ છૂટેલા હોય, બેઉ-દર્શનમોહ ને ચારિત્રમોહ. મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થતા સુધી ચારિત્રમોહ હતો. પ્રશ્નકર્તા : દાદા, તો પછી ચારિત્રમોહ તો ઠેઠ તીર્થકર હોય ત્યાં સુધી રહેવાનો જ ને ?

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522