________________ આપ્તવાણી, મારો જ આત્મા ! આપ્તવાણીને વ્યવહારથી પોતાનો આત્મા માનજો. મહીં ઊંડા ઊતરો તો આ આપ્તવાણીની મહીં આખા અજ્ઞાનની શરૂઆતથી માંડીને કેવળજ્ઞાન સુધીના ફોડ છે. આ જગત બહુ ઊંડું છે અને આપણે ત્યાં બધો ફોડ પડેલો છે. જગત કેવી રીતે ચાલે છે, તમારે કેટલું કરવાનું ને તમારે કેટલું નહીં કરવાનું, ચાર્જ કેટલું થાય છે, ડિસ્ચાર્જ કેટલું થાય છે, ચાર્જ કેવી રીતે અટકે છે, કેવી રીતે સંસાર ચાલુ થાય છે, કેવી રીતે મુક્તિ થાય એ બધું લખેલું છે. હરેક વસ્તુ આવી ગઈ છે આમાં. પછી મૂળ આત્મા કેવો છે, એ બધું લખ્યું છે. અને આ સાદી-સરળ ગુજરાતી ભાષામાં, એમાં પારિભાષિક શબ્દો નહીં, એકઝેક્ટ ભાષામાં અને કલ્યાણકારી છે. એટલે આમાં બધો જ માર્ગ બતાવી દીધેલો છે. કંઈ બાકી રાખ્યું નથી. આખા જગતના કલ્યાણ માટે છે આ! -દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ’ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 9 HS's soon! 70 Printed in India