________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
અત્યારે આ બધા તમારા એમાં ક્રમિકમાં જે વાત ચાલી છે તે ? કેવળજ્ઞાનનો અર્થ એવો નથી. એ તમારામાં બધું ચાલે છે. કેવળજ્ઞાન એટલે આમ દુનિયાનું બધું જ દેખાવું એવો એટલો જ અર્થ નથી. તે આ લોકો, દેખાય છે એને કહે છે. દેખાય છે એટલે શું સમજે છે કે આંખે દેખે છે એવું દેખે છે. મૂઆ, ના હોય. આ બધું બુદ્ધિજન્ય જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન છે. ક્ષાયક જ્ઞાનમાં આવું ના હોય.
૩૧૨
આ કેવળ આત્માનો કોઈ અર્થ સમજતા નથી. કેવળજ્ઞાનને લોકો જોવા ભણી લઈ ગયા છે. અરે મૂઆ ! જોવાનું શું છે ? ચઢાય તોપને બારે !
પ્રશ્નકર્તા : બુદ્ધિજન્ય જ્ઞાન જે ઈન્દ્રિય જ્ઞાન છે તે કેવળજ્ઞાન તરફ નથી જઈ શકતું ?
દાદાશ્રી : ના, અને ઈન્દ્રિયજ્ઞાનથી કેવળજ્ઞાન થઈ શકેય નહીં. ઈન્દ્રિયજ્ઞાનની હાજરીથી કેવળજ્ઞાન થઈ શકે નહીં, બસ. કેવળજ્ઞાન જુદું જ દેખાય છે.
પ્રશ્નકર્તા : ભૂત, ભવિષ્ય ને વર્તમાન જાણે એનું નામ કેવળજ્ઞાન
નહીં ?
દાદાશ્રી : ના, ના, એ તો ત્રિકાળજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાન એ જુદી વસ્તુ છે, ત્રિકાળજ્ઞાન એ જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : તો કેવળજ્ઞાન એટલે શું ?
દાદાશ્રી : એ તો બહુ ઊંડી વસ્તુ છે. એ તમને સમજાવવામાં બહુ વાર લાગે એવું છે. આમ ટૂંકામાં કહું તો તમને સમજાશે ? ટૂંકામાં કહું તો તમને કિંમત ઊડી જશે, જો શૉર્ટમાં કહું તો !
પ્રશ્નકર્તા : જરા શૉર્ટમાં કહો, જરા ટૂંકમાં કહો.
દાદાશ્રી : કેવળજ્ઞાન એટલે કેવળ આત્મા જ, બીજી કોઈ ચીજમાં હુંપણું નહીં. નિરંતર હુંપણું શામાં ? આત્મામાં જ. આત્મા એ જ્ઞાનસ્વરૂપ