________________
(૭.૩) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની ૩૬૯ છે. છેલ્લા એક ટકો તો બહુ ખોટવાળો છે, તો ચાર ભેગા થયા કેટલી ખોટવાળો હોય ? અને એની આપણે અત્યારે અહીં જરૂર નથી. આપણે કોઈ કામ અટક્યું નથી.
ન ખપે પરતંત્રતા કોઈતી, ખૂટતા ચાર માર્ક માટે
આખો મોક્ષ અટક્યો છે ચાર માર્કને કારણે. અને એ કાળચક્રના આધારે આ બેસી રહ્યો છું. લોકોનું કલ્યાણ થવાનું હશે, તેથી બેસી રહ્યો. તે અમને નુકસાનેય નથી. લોકોનું કલ્યાણ થાવ. અમે તો મોક્ષમાં જ રહીએ છીએ.
પ્રશ્નકર્તા: પણ દાદા, ચાર માર્ક જ રહી ગયા હતા ને તમારે તો મૂળ વસ્તુ પકડવી હતીને ?
દાદાશ્રી : તે પણ એ કંઈ ભૂલ એમની નથી, એ તો કહે કે તમને હમણે પાસ કરી દઈએ. અમારે પેપર જોવામાં ભૂલ થઈ છે. હું કહું, ના બા, એવી તમે માથાકૂટ કરશો નહીં. મને આ વાત સાંભળવાની નવરાશ નથી. તમે માર્ક ઉમેરવાની વાત મારી પાસે કરશો નહીં. હું તો સ્વતંત્ર થયેલો છું. તમે ઉમેરી આપો એટલે મારે પરતંત્ર થવું પડે. હા, એક અમારા ઉપરી આ, સીમંધર સ્વામી !
આ જગકલ્યાણી પુર્થ્ય, પ્રગટશે પછીના અવતારે
પ્રશ્નકર્તા: પણ દાદા, તમે અમને જ્ઞાન આપો છો, અમને રસ્તે ચઢાવો છો એનું કંઈ પુણ્ય બંધાતું હશે કે નહીં તમને ?
દાદાશ્રી : બળ્યું ! બંધાશે તે એ જ.
પ્રશ્નકર્તા એ ક્યાં ભોગવશો ? એ ભોગવવું જ પડે ને પાછું, એમાં પાછો એ રૂટ આવીને ઊભો રહેશેને ?
દાદાશ્રી : મારું કહેવાનું, ગયા અવતારમાં બંધાયું છે કે, તે તમે આ અવતારમાં જુઓ છો ને ?
પ્રશ્નકર્તા: બરોબર છે.