Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 479
________________ ૩૮૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) શુદ્ધાત્મા થઈ જાવ. એટલે તમને શબ્દનું અવલંબન હોય. અમારે શુદ્ધાત્મા ના હોય, મૂળ જે છે તે, વાસ્તવિક. એ જોયા પછી જ વાણી એક્ઝક્ટ નીકળે, નહીં તો વાણી એક્ઝક્ટ ના નીકળે. પ્રશ્નકર્તા એટલે શુદ્ધાત્મા શબ્દાવલંબન છે ? દાદાશ્રી : આત્મા શુદ્ધાત્મા છે તે તો સમજવા માટે શબ્દરૂપે છે. તું ગમે તે કરે તોય તું શુદ્ધ જ છું. બાકી આત્મા જ્ઞાનસ્વરૂપી છે. કેવળ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપી છે, પ્રકાશ સ્વરૂપી છે. એ સૂક્ષ્મ વસ્તુ છે. શુદ્ધાત્મા તો સ્થૂળ દ્રવ્ય છે. પેલું તો આકાશ જેવું છે. એ તો શુદ્ધાત્મા સ્ટેશને ઉતર્યા પછી સમજાશે. સ્થળમાં આવશે, પછી સૂક્ષ્મમાં સમજાશે. કેવળ એટલે ફક્ત જ્ઞાન જ છે, ભેળસેળ નહીં. જ્ઞાન સિવાય બીજું કશું છે નહીં. વિચારો, શબ્દો સ્થૂળ કહેવાય અને એ સૂક્ષ્મ કહેવાય. ભગવાન દરેક વસ્તુને આરપાર જોઈ શકે. સૂક્ષ્મ છે ને સ્થૂળનો અંતરાય ના રહે. જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી અંતરાય છે. ઉદયવશ વર્તે પૌદ્ગલિક અંશમાં, આ કાળના હિસાબે પ્રશ્નકર્તા એટલે એકમાંથી બીજામાં જઈ શકાય આપને, બહુ સહેલાઈથી ? દાદાશ્રી : ઊંડું એવું નહીં, પણ સંપૂર્ણ કેવળજ્ઞાન નથી થયેલું એટલે સંપૂર્ણ કેવળજ્ઞાન વર્તે નહીં. એટલે બીજા અંશમાં વર્તાય એટલે પૌદ્ગલિક અંશમાં વર્તે, પૌગલિક વર્ત. આ તમને જેટલા કર્મના ઉદય આવે તે દહાડે તમને ઉદયમાં ઘાલી દે. એટલે તમારે ઉદય વશ રહેવું પડે, સ્વવશ ના રહી શકાય. એટલે સ્વવશ થવાનું છે. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : પણ ઉદયવશ રહેવું પડેને ! હજુ જ્યાં સુધી ઉદયો છે, એ તમારે સો હોય તો મારે પાંચ હોય પણ ઉદય હોય ને એટલો ભાગ એ કાચો અને તે આ કાળમાં પૂરો થાય એવો છે નહીં, નહીં તો કેવળજ્ઞાન બહાર પાડત. જોયું ખરું, સમજમાં આવ્યું પણ બહાર પાડી શકાય એવી

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522