________________
૩૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
શુદ્ધાત્મા થઈ જાવ. એટલે તમને શબ્દનું અવલંબન હોય. અમારે શુદ્ધાત્મા ના હોય, મૂળ જે છે તે, વાસ્તવિક. એ જોયા પછી જ વાણી એક્ઝક્ટ નીકળે, નહીં તો વાણી એક્ઝક્ટ ના નીકળે.
પ્રશ્નકર્તા એટલે શુદ્ધાત્મા શબ્દાવલંબન છે ?
દાદાશ્રી : આત્મા શુદ્ધાત્મા છે તે તો સમજવા માટે શબ્દરૂપે છે. તું ગમે તે કરે તોય તું શુદ્ધ જ છું. બાકી આત્મા જ્ઞાનસ્વરૂપી છે. કેવળ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપી છે, પ્રકાશ સ્વરૂપી છે. એ સૂક્ષ્મ વસ્તુ છે. શુદ્ધાત્મા તો સ્થૂળ દ્રવ્ય છે. પેલું તો આકાશ જેવું છે. એ તો શુદ્ધાત્મા સ્ટેશને ઉતર્યા પછી સમજાશે. સ્થળમાં આવશે, પછી સૂક્ષ્મમાં સમજાશે. કેવળ એટલે ફક્ત જ્ઞાન જ છે, ભેળસેળ નહીં. જ્ઞાન સિવાય બીજું કશું છે નહીં. વિચારો, શબ્દો સ્થૂળ કહેવાય અને એ સૂક્ષ્મ કહેવાય. ભગવાન દરેક વસ્તુને આરપાર જોઈ શકે. સૂક્ષ્મ છે ને સ્થૂળનો અંતરાય ના રહે. જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી અંતરાય છે. ઉદયવશ વર્તે પૌદ્ગલિક અંશમાં, આ કાળના હિસાબે
પ્રશ્નકર્તા એટલે એકમાંથી બીજામાં જઈ શકાય આપને, બહુ સહેલાઈથી ?
દાદાશ્રી : ઊંડું એવું નહીં, પણ સંપૂર્ણ કેવળજ્ઞાન નથી થયેલું એટલે સંપૂર્ણ કેવળજ્ઞાન વર્તે નહીં. એટલે બીજા અંશમાં વર્તાય એટલે પૌદ્ગલિક અંશમાં વર્તે, પૌગલિક વર્ત. આ તમને જેટલા કર્મના ઉદય આવે તે દહાડે તમને ઉદયમાં ઘાલી દે. એટલે તમારે ઉદય વશ રહેવું પડે, સ્વવશ ના રહી શકાય. એટલે સ્વવશ થવાનું છે.
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : પણ ઉદયવશ રહેવું પડેને ! હજુ જ્યાં સુધી ઉદયો છે, એ તમારે સો હોય તો મારે પાંચ હોય પણ ઉદય હોય ને એટલો ભાગ એ કાચો અને તે આ કાળમાં પૂરો થાય એવો છે નહીં, નહીં તો કેવળજ્ઞાન બહાર પાડત. જોયું ખરું, સમજમાં આવ્યું પણ બહાર પાડી શકાય એવી