________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
સ્થિતિ નથી. બહાર પાડવું એટલે અનુભવમાં આવેલું હોવું જોઈએ. અનુભવમાં આવ્યું નહીં, સમજમાં આવી ગયું. પણ કહેવું પડે, આ શું શોધખોળ છે આવી !
૩૮૫
ભગવાન તો કેવળજ્ઞાન સ્વરૂપી છે અને અમે જ્ઞાન સ્વરૂપે રહીએ. અમને સંપૂર્ણ જ્ઞાનમાં નથી આવ્યું કેવળજ્ઞાન, પણ સમજમાં આવેલું છે અને સમજ પૂરેપૂરી સમજાય ત્યારે પછી સંપૂર્ણ જ્ઞાનમાં આવે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનથી આ વાતો કરો છો આપ ?
દાદાશ્રી : ના, સંપૂર્ણ કેવળજ્ઞાનથી નહીં, સંપૂર્ણ કેવળદર્શનથી, એટલે સમજપૂર્વક છે બધું. સમજે બધુંય, સંપૂર્ણ જ્ઞાનમાં ના હોય. ઉપયોગી વ્યવહારે આ વાતો, કેવળજ્ઞાતથી કહેલી
કેવળજ્ઞાન જેને થયું તે કેવળજ્ઞાનની વાત કહેવા રહ્યા નથી. કારણ કે સંપૂર્ણ વીતરાગ થઈ ગયા અને બીજા બધાને જે જ્ઞાન થયું એ અલૌકિકમાં પેઠેલા નહીં. આ જે અમારી વાત છે ને, તે વ્યવહારમાં બધી કામ લાગે એવી વાતો છે, કારણ કે આ કેવળજ્ઞાનથી કહેલી છે વાતો. સંપૂર્ણ કેવળજ્ઞાનથી નહીં, સંપૂર્ણ કેવળદર્શનથી, જે અત્યાર સુધી લોકોએ કહી નથી તેવી. કેવળજ્ઞાનથી આ કહેલી આ વાત કહેત પણ તે તીર્થંકરો કહી શકે, પણ તે તો કહેવાને માટે એમને નવરાશ જ નહોતી. વીતરાગ, સંપૂર્ણ વીતરાગ ! આ વ્યવહારની વાતોને, તે બહુ કામ લાગે, જેટલું બોલું છું તેટલું. મને કંઈ એમાં અનુભવ થયેલા નથી. ચોપડીની વાત નથી ને બીજા કશાયની વાત નથી. જ્ઞાનમાં જોઈને કહું છું. તરત જ કામ લાગી
જાય.
સર્વે આગમોતા ફોડ અહીં, સંપૂર્ણ દર્શનના પ્રતાપે
તમે જે પૂછો તેના જવાબ બધા મળે. આખા વર્લ્ડમાં કોઈ એવો આધ્યાત્મિક પ્રશ્ન નથી કે જેનો અહીં જવાબ ના મળે. પિસ્તાળીસેય આગમના બધા જ જવાબ સંપૂર્ણ ! હા, તો જ ઉકેલ આવે ને ! નિવેડો આવે ને !