________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે જ્યારથી આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો. જ્યારે કંઈક અમે ગૂંચાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો.
૩૮૬
દાદાશ્રી : બધા ખુલાસા, બધું દર્શન પ્રાપ્ત કરેલું છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેને જે ગૂંચવાડા હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન થયું નથી પૂર્ણતાએ પણ દર્શન તો છે
જ.
અપૂર્ણ અનુભવ, પણ જ્ઞાતી વદે કેવળજ્ઞાતમાં જોઈ
કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે, અનુભવમાં નથી આવ્યું. કારણ કે અમારું નાપાસ થયેલું કેવળજ્ઞાન છે. હા, પણ મૂળ તો કેવળજ્ઞાન તો ખરુંને, પાસ કે નાપાસ ! પચ્ચીસ ટકા ઓછા આવ્યા હશે. પણ પોણોસો ટકા તો કેવળજ્ઞાન ખરુંને ! એટલે એમાં જોઈને કહેવાનું, પણ પર્યાયો જો પૂછે તો જાણીને કહેવું પડે.
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો કે ‘અમે કેવળજ્ઞાનમાં જોઈને બોલીએ છીએ’, તો અત્યારે આ જોવું અને આ બોલવું, બેનો સંબંધ શો છે ?
દાદાશ્રી : ટેપરેકર્ડ બોલે છે અને જોનાર જુએ છે, સંબંધ ક્યાં રહ્યો ? એ તો જે ‘જ્ઞાની' બોલે, તે જોઈને બોલે છે. ‘હું’ પોતે કેવળજ્ઞાન સ્વરૂપમાં આવીને કહે ને ઓછો જોઈને બોલું છું ?
તમે અત્યારે જોઈને કહો છોને કે અહીં આ ફલાણા બેઠા છે, આ ફલાણા બેઠા છે, એવું આ ‘અમે’ કેવળજ્ઞાનમાં જોઈને કહીએ છીએ અને આ બધા તમારા જવાબ આપીએ છીએ. તમારે જે પૂછવું હોય એ પૂછો. આ અહીં યથાર્થ વસ્તુ છે, જેમ છે તેમ જ છે. એમાં કંઈ ફેરફાર ના થાય એવી વાત છે આ. વાસ્તવિકતા એટલે રિયાલિટી. અને આ તદન નવી વસ્તુ છે.
અમે વીસ વર્ષ ઉપર બોલ્યા હોઈએ, તેના એકેએક શબ્દનું એકસ્પ્લેનેશન (ખુલાસા) આપવા આજે તૈયાર હોઈએ. અમે જવાબદાર