________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૮૭
છીએ છતાંય પણ કેવળજ્ઞાન નથી અમને. ચાર ડિગ્રી (થિયરેટિકલમાં) ઊણું છે અમારું કેવળજ્ઞાન !
અમારી પ્રતીતિ હંડ્રેડ પરસન્ટ (સો ટકા) હોય, જ્ઞાન છે તે અમારું લગભગ પંચોતેરથી એંસી ટકા હોય. જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન. આ જે કેવળજ્ઞાનને રોકે છે, એ વીસ ટકાએ (પ્રેક્ટિકલમાં) રોકે છે અને તેને લઈને આ છે તે અમારું વર્તનમાં એ તમારી જોડે વાતચીત કરી શકીએ છીએ, નહીં તો વાતચીત કરી શકીએ નહીં.
ન બુદ્ધિથી-ચાદથી-પુસ્તકથી, જોઈને નીકળેલા ફોડ
પ્રશ્નકર્તા: એક માણસ પ્રશ્ન પૂછે છે, તે ઘડીએ આપ કહો છો કે અમે કેવળજ્ઞાનમાં જોઈને એનો જવાબ આપીએ છીએ, તો આ શબ્દ નીકળ્યા અને પેલું દેખાયું, એ બન્નેને કંઈ કનેક્શન છે ખરું ?
દાદાશ્રી : કનેક્શન ખરું જ ને ! “અમે જોઈને બોલીએ છીએ, તે જ કનેક્શન.
પ્રશ્નકર્તા એટલે જે જે દેખાય છે, એ શબ્દરૂપે બહાર પડી શકે છે?
દાદાશ્રી : હા, એ દર્શન શું છે, એ શબ્દોથી લોકો સમજી શકે, નહીં તો સમજે શી રીતે ?
પ્રશ્નકર્તા ઃ એટલે દર્શન એની જગ્યાએ છે, આ શબ્દો એને કનેક્ટ છે ને ?
દાદાશ્રી : દર્શન હું (જ્ઞાની) દેખી શકું છું, તમે નથી દેખી શકતા. એ તમને શબ્દોથી સમજાવી શકું કે ત્યાં જુઓ, આવું છે. એક્ઝક્ટ દેખાય અને આ જે અમે સાયન્ટિસ્ટને જવાબ આપીએ છીએ ને આ બધાને જે જવાબ આપીએ છીએને, તે અમે યાદ રાખેલા નથી. તે કેવળજ્ઞાનમાં જોઈને આપીએ છીએ. એ કેવળજ્ઞાન ભલે પચ્યું નથી પણ એમાં જોવાલાયક છે બધું. એટલે જ ફિટ થાય, ને નહીં તો ફિટ થાય નહીં. કેમ કરીને ફિટ થાય ?