________________
3८८
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આ તો વિજ્ઞાન છે ! જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે અને રિલેટિવ જ્ઞાનમાં તાળો મળે જ નહીં કોઈ દહાડોયે.
આ બધી કેવળજ્ઞાનમય વાણી છે. કેવળજ્ઞાન કોને કહેવાય ? બુદ્ધિ જ્યાં એન્ડ પામે, મતિજ્ઞાન જ્યાં એન્ડ પામે ત્યાં કેવળજ્ઞાન ઊભું રહેલું છે. એ પ્રકાશ કેવળજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે !
આ કેવળજ્ઞાનની વાતો ફરી સાંભળવાની નહીં મળે. ફક્ત કેવળજ્ઞાનના અમુક જ શેયો અમને દેખાતા નથી. બીજા બધા શેય દેખાઈ ગયા છે. તે જ્યારે કાયદો જ નથી તો અમારે એ દિશા બાજુ દષ્ટિયે નથી. બાકી આ જે બધા વિગતવાર ફોડ આપીએ છીએ, એ બુદ્ધિથી પરના કેવળજ્ઞાનનો વિષય છે આ. એટલે અજાયબી છે આ કાળની ! ધન્ય છે કે મોઢે બોલ્યાથી જ બધું જ્ઞાન ! પુસ્તક વાંચ્યું નથી અને પુસ્તકની વાત જ નહીં ને !
દેખ્યા યો-પર્યાયો તાદૃશ્ય, કેવળજ્ઞાતમાં
ભગવાન કેવળજ્ઞાનને શું કહે છે ? બધા જ્ઞય અને શેયના બધા પર્યાયોને જાણે. તે અમારું આ અમુક જગ્યાએથી અટક્યું. કેવળજ્ઞાન સમજમાં આવ્યું, જાણવામાં ના આવ્યું. પણ તે એનું જ્ઞાન અમુક ફળ સુધી લઈ ગયું. અમુક વસ્તુ એમને એમ ખુલ્લી દેખાયા કરે. આ જે વાત અમે કરીએ છીએને, તે તાદેશ્ય બધું દેખતા હોય એવી રીતે વાત કરીએ છીએ. અમારો દાખલો તમને ઈટસેલ્ફ નથી કહેતો કે ભઈ, આ તાદૃશ્ય દેખતા હોય તેવી રીતે વાત કરતા હોય ? જાણે હું આ બાજુ જોઈને વાત કરતો હોઉં એવું, અમારો દાખલો એનો પૂરાવો નથી આપતો ?
એક રાણી જો તેરસો રાજા જોડે પૈણી હોયને તો રાજાનું મોટું ના ચઢેલું હોય. પુરુષને મોઢું ચઢાવતા ના આવડે અને આ તો રાણીઓના મોઢા જુઓ તો ગભરાઈ જાવ, એ મોઢા ચઢેલા જોઈને ! તે દહાડે કેવા મોઢા ચઢેલા હશે અને આ રાજાને કેવી ફસામણ હશે એ અમને આજે દેખાય. તે રાજાના મનમાં વરીઝ (ચિંતા) શું થાય છે તે હી દેખાય અમને. આ જેટલી વાતો કરું છું ને, એથીય અનંત ગણી વાતો અમને