________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
પ્રશ્નકર્તા : એમાં ત્યાં પ્રજ્ઞાની કંઈ વાત નથી ?
દાદાશ્રી : પ્રજ્ઞા ભેગી થઈ જાય ત્યારે કેવળજ્ઞાન થાય, નહીં તો થાય નહીં.
૩૮૩
પ્રજ્ઞા ભાવને આત્માનો સ્વભાવ ના કહેવાય. પ્રજ્ઞા ભાવ અચંચળ ભાગમાં આવે. પ્રજ્ઞાનું કાર્ય કેવળજ્ઞાન થતાં જ પૂરું થાય છે. માટે તેને આત્મસ્વભાવ ના જ કહી શકાય. કારણ તેમ જો કહેવામાં આવે તો તે તેનો અન્વય ગુણ ગણાય અને અન્વય ગુણ કહીએ તો સિદ્ધક્ષેત્રમાં બિરાજેલા સિદ્ધ ભગવંતોને પણ પ્રજ્ઞા હોય, પણ તેમ નથી હોતું. કારણ ત્યાં તેનું કંઈ જ કાર્ય હોતું નથી. ફુલ્લી ઈન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટનું સ્થાપન થયા પછી ઈન્દ્રિમ ગવર્મેન્ટ એની મેળે જ ખલાસ થઈ જાય છે, તેવું જ પ્રજ્ઞાનું પણ છે.
વર્તે જોતારો, જ્ઞેય અને જ્ઞાયકરૂપે
પ્રશ્નકર્તા : દાદા આપે જે કહ્યું ને કે મેં આત્મા જોયો છે એ જોનારો કોણ ?
દાદાશ્રી : જોયો કહેનારો ‘પોતે' જોનારો પણ છે, ‘પોતે' જ્ઞાતાય છે. જ્ઞાયકેય છે અને જ્ઞેયે છે, બન્ને છે.
પ્રશ્નકર્તા ઃ પોતે જ્ઞેય પણ છે ?
:
દાદાશ્રી : જ્ઞેય છે અને જ્ઞાયકેય છે, બન્ને રીતે છે. જ્યારે જ્ઞાયક રીતે થાય ત્યારે નિરાલંબ હોય, વર્લ્ડનું કોઈ પણ અવલંબન નહીં. એટલે અમને બહુ જ ખરાબ પોઝિશન (સ્થિતિ) આવી પડે તો અમે જ્ઞાયક જ થઈ જઈએ.
પ્રશ્નકર્તા ઃ તમે જ્ઞાયક થઈ જાવ એટલે શું ? કેવી રીતે થાવ ?
દાદાશ્રી : એટલે મૂળ જે સ્વરૂપ જોયું છે, જે આત્મા જોયો, તે રૂપ જ થઈ જઈએ. અને એ ખરાબ પોઝિશન જાય એટલે જ્યારે તે રૂપ ના થઈએ ત્યારે આ જ્ઞેયરૂપ જ્ઞાની પદે હોઈએ. જ્યારે તમે શું થાવ ?