________________
૩૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે એ પ્રકાશ અમે જોયો છે પણ જોનાર કોણ એ પ્રકાશ ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા. પ્રશ્નકર્તા: પ્રજ્ઞા ખરી ?
દાદાશ્રી : પ્રજ્ઞા તો ખરીને ! પ્રજ્ઞા વગર ચાલે જ નહીંને ! જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી પ્રજ્ઞા રહેવાની.
પ્રશ્નકર્તા: તો એ દેખાડવાનું કામ પ્રજ્ઞા જ કરે ? એ જોવાનું કામ પ્રજ્ઞાથી જ થાય છે ?
દાદાશ્રી : હા, પ્રજ્ઞાથી. કેવળજ્ઞાન થાય અને દેહ હોય તોય સમાઈ જાય એ.
પ્રશ્નકર્તા : પછી જ્ઞાન જ રહે ?
દાદાશ્રી : કેવળજ્ઞાન જ રહે. ખાલી જ્ઞાન જ રહે, ત્યાં સુધી આ પ્રજ્ઞા. જ્યાં સુધી બીજો ડખો છે, જ્યાં સુધી મિલ્ચર થોડું છે ત્યાં સુધી એ પ્રજ્ઞા.
પ્રશ્નકર્તા ઃ દેહ છે તો આ જગતની સાથે એમણે વિચરવું તો પડેને? તો પછી વ્યવહાર તો?
દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ જ છેને ! એ તો ભમરડો આમ ફર્યા કરે, એમ ફર્યા કરે. વાણીયે છે તો એ પેલા ટેપરેકર્ડની પેઠ નીકળ્યા કરે.
કેવળજ્ઞાન થયા પછી જે નીકળેને તે બધું ખરું ડિસ્ચાર્જ. આપણું જે ડિસ્ચાર્જ છે ને, તે મેલું ડિસ્ચાર્જ છે અને ખરું ડિસ્ચાર્જ ત્યાર પછી, ચોખેચોખ્ખું ડિસ્ચાર્જ. આ મારુંય ડિસ્ચાર્જ છે. એટલે તો આપણે એક અવતારનું હજુ રહ્યું, એક-બે અવતાર. પેલું તો ચોખ્ખું ડિસ્ચાર્જ. આત્મા જુદો ફર્યા કરે અંદર, આ બહારનો ભમરડોય જુદો ફર્યા કરે. તે નિર્જરારૂપે ફર્યા કરે.