________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૮૧
દાદાશ્રી : એ તો આવી જાય. એનો સ્વભાવ જ એવો છે કે કોઈને કહી ના શકે, પોતે જોઈ શકે, સમજી શકે પણ કોઈને કહી ના શકે. તીર્થકરો કહી શકે. ત્યારે વીતરાગ હોય છે. આ અમારે એકલાને જ ભાગ આવ્યું છે
પ્રશ્નકર્તા: પણ એ જાતનું વીતરાગપણે બીજાને શું લાભદાયી ?
દાદાશ્રી : એ લાભદાયી થાવ કે ના થાવ, એ એમનો દર્શનનો લાભ છે, ખાલી દર્શન જ. એ દર્શન મારી પાસે નથી. એમના જે દર્શન કરવા અને આ દર્શનમાં બહુ ફેર. મેં તો એમણે જે આત્મા જાણ્યો છે તે જ આત્મા મેં જોયો છે. એટલે મારી પાસે છે. બાકી દર્શન તો એમનું,
ઓર જ જાતનું ! તમે તે દર્શન કરો તો તમને મોક્ષ ત્યાં ને ત્યાં જ થઈ જાય. પાછું ત્યાંથી પછી આગળ મોક્ષે જવું જ ના પડે, તેથી આ જ્ઞાન આપું છું ને ! હું તમને છતી દૃષ્ટિ કરી આપું, મશીન ફેરવી આપું, પછી આવતા ભવમાં છે તે તીર્થકર ભેગા થઈ જવાના કે મોક્ષ થઈ ગયો તમારો. એ નિમિત્ત છે છેલ્લું. આ તો લોકોને લાભ કેમ થાય છે કે આ જે મેં આત્મા જોયો છે, એટલે લોકોને લાભ બહુ થાય. એટલે એ વસ્તુસ્થિતિનો લાભ થાય. અમથો અડી જશે તોયે લાભ થાય !
પ્રશ્નકર્તા: તમે જોયો કહો એટલે અમારા માટે તો શ્રદ્ધાની વસ્તુ ઊભી થઈને ? નિઃશંક થવાયને, નહીં તો કોઈ કહે નહીં કે અમે જોયો !
દાદાશ્રી : કોઈ કહી શકે નહીં. પ્રશ્નકર્તા ઃ હવે આ જોયો કહેનાર કોઈ મળે ?
દાદાશ્રી : જોયો કહેનાર હોય નહીં અને જોયો કહેનાર હોય તો તીર્થકર હોય કે કાં તો તીર્થકરના નજીકના હોય.
કેવળજ્ઞાત થતા, પ્રજ્ઞા જાય સમાઈ કેવળજ્ઞાન એટલે પ્યૉર પ્રકાશ. અમેય જોયેલો છે પ્યૉર પ્રકાશ. તેથી આ બધું કામ થાય છે, નહીં તો થતું હશે ? અને એ જ પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં.