________________
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો ખરા કે અમને ત્રણસોને છપ્પન ડિગ્રીનું જ્ઞાન છે, પરંતુ અમે તમને લોકોને તો ત્રણસો સાઈઠ ડિગ્રીનું આપી દીધું છે, એનો શું અર્થ ?
૩૯૯
દાદાશ્રી : એનો અર્થ એટલો કે ત્રણસો સાઈઠનું મને હતું પણ પચ્યું નહીં અને ત્રણસો છપ્પન ઉપર આવીને કાંટો ઊભો રહ્યો પાછો. એટલે તમને તો પચ્યું નથી, તે ત્રણસોને સાઈઠ આપ્યું, પણ ત્રણસો વીસ ઉપર આવી ગયું, કોઈને ત્રણસો દસ ઉપર આવી ગયું, પણ ત્રણસોની ઉ૫૨ છે બધું અને હતા બસો ઉપર. સો-એકસો દસ એકદમ ઓળંગ્યા છે. વધારે નહીં પણ કંઈક ચોખ્ખો હોય તો દાદા ભગવાન પ્રાપ્ત થાય, નહીં તો દાદા ભગવાન પ્રાપ્ત ના થાય !
અવળું સમજે પારિણામિક, ‘પાયત’ કહીને કર્યું સરળ
પ્રશ્નકર્તા : જ્ઞાન પચ્યું નહીં એટલે શું ?
દાદાશ્રી : પરિણામ ના પામ્યું. પચ્યું નહીં એટલું જ. આ ખોરાક પચે તો પરિણામ લોહી થાયને ! એટલે આ બધાને કેવળજ્ઞાન આપું છું પણ પચતું નથી.
પ્રશ્નકર્તા ઃ પચતું નથી એટલે એકદમ પરિણામ ન પામે એમ ?
દાદાશ્રી : આ કાળના કર્મ એટલા બધાં છે કે એને પાચન થવાનો સંજોગ બાઝતો નથી. જ્ઞાન પચવું જોઈએને ? જ્ઞાન પચવું એટલે પરિણામ પામવું જોઈએ. પચવું તે તો આ લોકોને એમની ભાષામાં શીખવાડીએ
છીએ. પરિણામ કહીએ તો ના સમજે. એટલે બધાની ભાષામાં કહીએ છીએ કે મને પચ્યું નહીં એટલે તમનેય પચશે નહીં. હવે પચવું એ શું છે ? મૂળ ભાષામાં અર્થ પારિણામિક છે. પણ પારિણામિક તે તો અવળું સમજે. પચવું કહે એટલે તરત ગેડ બેસી જાય કે હા, આપણને ખીચડી પચતી નથી, એવું આય પચ્યું નથી.
પ્રશ્નકર્તા : પણ ધીમે ધીમે પચશેને એ ?
દાદાશ્રી : હા, ધીમે ધીમે પચશે. એટલે એક-બે અવતાર થાય ત્યાર