________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : જેણે આત્મા પ્રાપ્ત કર્યો એ બધાય જ્ઞાની કહેવાય, પણ જ્ઞાની જો બધાય બોલવા જાય તો શું જવાબ આપો ? એટલે જ્ઞાની શ્રુતજ્ઞાન સહિત હોવા જોઈએ. વીતરાગ ભગવાનનું આખું શ્રુતજ્ઞાન તેમજ વેદાંત માર્ગનું શ્રુતજ્ઞાન બધું હોય, ત્યારે એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને એમ ના કહેવાય.
૨૧૨
પ્રશ્નકર્તા : હવે જ્ઞાની પુરુષની વાણી સાંભળીએ એને શું કહેવાય ?
દાદાશ્રી : એમની તો વાત જ જુદીને ! આ તો આયે શ્રુતજ્ઞાનની બહાર કશું નવું હોતું નથી. અધ્યાત્મની બાળપોથી વાંચો એય શ્રુતજ્ઞાન ગણાય, જ્ઞાની પુરુષની વાણીયે શ્રુતજ્ઞાન ગણાય, એ બેઉ. આ પાકા લોકોની વાત છે, નહીં તો આમાંય દુકાનો કાઢત કે હવે સ્ટાન્ડર્ડ નાઈન્થ એટલે આ સુશ્રુત.
અમારી વાત આત્માથી નીકળી છે ને આત્માને જ પહોંચે છે એટલે સમજાય જ. અમારું એક-એક વાક્ય તે શ્રુતજ્ઞાન છે. મારે માટે સ્યાદ્વાદ છે, શુદ્ધ આત્માનું શુદ્ધ જ્ઞાન છે, નિરાગ્રહી છે ને તમારે માટે શ્રુતજ્ઞાન છે.
આમાં સાંભળવામાં ખોવાઈ જાયને તો કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય ! આખા ચોવીસ તીર્થંકર ભગવાનનું ગુહ્ય શ્રુતજ્ઞાન સાંભળી રહ્યા છો. ગુહ્ય શ્રુતજ્ઞાન !
અનુભવજ્ઞાતીનું શ્રુત ત રહે વાંઝિયું
પ્રશ્નકર્તા : શ્રુત, મતિ, અવધિ, મન:પર્યવ ને છેલ્લે કેવળ, એમ ક્રમાનુસાર થાય ?
દાદાશ્રી : ના, ના, ક્રમ-બ્રમ કશું નહીં. શ્રુતજ્ઞાન સાંભળ્યા કરો તો બધું જ આવે.
પ્રશ્નકર્તા : સુશ્રુતજ્ઞાન ક્યાંથી સાંભળવું ? ગમે ત્યાંથી ?
દાદાશ્રી : એ તો (જેમને) આત્માનો અનુભવ થયો હોય, પ્રતીતિ થઈ હોય ત્યાંથી જ. બીજેથી કામ ના લાગે.