________________
(૪.૩) “અક્રમથી ઓળંગ્યા શ્રત, મતિ, અવધિ ને મન:પર્યવા
૨૫૩
દાદાશ્રી : એ તો બધા જ્ઞાન ઓળંગી અને કેવળજ્ઞાનની નજીક આવીને ઊભા રહ્યા. પછી મતિ, શ્રતની કે અવધિની કોઈ જરૂર નથી. મન:પર્યવજ્ઞાનની જરૂર નથી. આત્મજ્ઞાન જાણ્યું એટલે થઈ ગયો મોક્ષ. એ તો બધામાં મતિજ્ઞાન મુખ્ય કારણ છે. હવે મતિજ્ઞાનથી તો ક્રમિક માર્ગમાં ક્યારે પાર આવે ? બધાય આચાર્યો મતિજ્ઞાનવાળા છે, શ્રુતજ્ઞાનવાળા છે, પણ મતિ, શ્રુત સમ્યક્ હોવું જોઈએ. હવે સમ્યક્ ક્યાંથી લાવે એ ? સમ્યક્ એ તો જ્ઞાની પાસેથી હોવું જોઈએ. જિન પાસેથી જે સાંભળેલું એ સમ્યક્ જ્ઞાન, શ્રુતજ્ઞાન. જિન પાસેથી ડાયરેક્ટ સાંભળેલું તો સમ્યક્ જ્ઞાન થાય, નહીં તો સમ્યક્ જ્ઞાન કેવી રીતે થાય ? એટલે મતિજ્ઞાનય સમ્યકુ ના હોય, મિથ્યા હોય.
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન થાય એટલે સમ્યક્ જ્ઞાન જ કહેવાય ?
દાદાશ્રી : ના, મતિજ્ઞાન બે પ્રકારનું. એક મિથ્યા ને એક સમ્યક મિથ્યા મતિજ્ઞાન, મિથ્યા શ્રુતજ્ઞાન અને મિથ્યા અવધિજ્ઞાન. ત્રણ જ્ઞાન એ છે અને ત્રણ જ્ઞાન આ છે, સમ્યક્ મતિજ્ઞાન, સમ્યક્ શ્રુતજ્ઞાન, સમ્યક્ અવધિજ્ઞાન.
પ્રશ્નકર્તા ઃ કેવળજ્ઞાન બે જાતના એવા ના હોય ?
દાદાશ્રી: ના, અવધિજ્ઞાનની આગળ બે જાતનું કોઈ જ્ઞાન જ નથી. અવધિજ્ઞાન તો બધા બહુ પ્રકારના હોય. મન:પર્યવજ્ઞાન એક જ પ્રકારનું હોય, એ સમ્યક્ હોય. મન:પર્યવજ્ઞાન બે જાતના ના હોય. અવધિજ્ઞાન બે પ્રકારના હોય છે. મિથ્યાયે હોય અને સમ્યક્રય હોય. ચર્ચિલને મિથ્યા અવધિજ્ઞાન હતું, એ બે વર્ષ પછી શું થશે એ બધું જોઈ શકતો'તો, ડાયરેક્ટ આત્માથી જોઈ શકતો'તો, પણ મિથ્યા એને કુઅવધિ કહે છે.
તે હવે એ જ્ઞાન કંઈ જેવું તેવું જ્ઞાન છે ? એ કહે છે ફેક્ટ પણ કહેવાય અજ્ઞાન, પણ છે તો જ્ઞાન-અજ્ઞાન અપેક્ષાએ. કઈ અપેક્ષાએ ? કે આત્મા જાણવાની અપેક્ષાએ અજ્ઞાન છે આ.
હવે આપણું છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ક્રમિકનું છે તે જ્ઞાનદર્શન-ચારિત્ર છે. એટલે એમનું જે જ્ઞાન છે એ શાસ્ત્રના આધારે, એ