________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૮૫
પ્રશ્નકર્તા: પણ બન્નેમાં કાળ રહ્યોને ? સમજ મેળવવા માટે પણ સમય જોઈએ ને જાણપણું મેળવવા માટે પણ સમય જોઈએ ?
દાદાશ્રી : સમજમાં ટાઈમ (સમય) ના જોઈએ, પણ જ્ઞાનપણામાં ટાઈમ જોઈએ.
પ્રશ્નકર્તા: દર્શન અને જ્ઞાન વચ્ચે અંતર હોય કે નહીં, સમયનું? દાદાશ્રી : થોડું.
પ્રશ્નકર્તા: બહાર અવાજ થાય એટલે સમજાય કે કંઈક છે, પણ પછી પેલો જોવા જાય અને જે ગાય (પ્રાણી) છે, એ જોવાનું જ્ઞાન જે થાય છે એ ?
દાદાશ્રી : હા, ડિસિઝન થતા ટાઈમ લાગેને ! દર્શનનું પરિણામ જ જ્ઞાન છે. પણ ભગવાને જ્ઞાનની કિંમત ગણી નથી, દર્શનની કિંમત ગણી છે.
ખુલ્યા રહસ્યો “કેવળજ્ઞાત'ના, આ વિજ્ઞાનમાં
હવે આટલી હદ સુધી તો કોઈ દહાડો જગતમાં કોઈ પણ હોય, એ ઉતરેલો જ નથી. એમની આ મતિયે શી રીતે આવે ? આ તો આ તીર્થકરો જ પહોંચે. આ મતિનું જ્ઞાન નથી જો કે, આ કેવળજ્ઞાનનું જ્ઞાન છે.
પ્રશ્નકર્તા અને આ ભાષાનું જ્ઞાન નથી. દર્શન અને દૃશ્ય, આ ભાષાનું જ્ઞાન, પણ આ ભાષાથી ઉપરનું જ્ઞાન છે ?
દાદાશ્રી : બહુ ઉપરનું જ્ઞાન છે આ તો. આ તો એવું છે ને, નીચે આપણે ઉતારી લાવ્યા. આપણે બહુ નીચે નથી ઉતાર્યું. લોકો જે નીચે ઉતરી ગયા છે, એમને જરૂર તો ખરીને પણ ! ઉતારવું તો પડેને ? પણ આ એમની (તીર્થકરોની) જે શોધખોળ છે, એ તો જોઈને જ મને તો અજાયબી લાગી કે ઓહોહો ! આવી શોધખોળ ! દર્શન અને જ્ઞાન, જાણવું અને જોવું કેવું જુદું પાડી દીધું ! વળી એક કહ્યું હોત તો શું ખોટું હતું તે? પણ કેટલું બધું મોટું એની પાછળ આખું વિજ્ઞાન પડી રહ્યું છે ને !