________________
૨૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ઊડ્યા દર્શનાવરણ તે મોહતીય, રહ્યાં બે બાકી
પ્રશ્નકર્તા : આપ જે જ્ઞાનવિધિ કરાવો છે ને, તેમાં દર્શનાવરણીય તૂટે તો જ આપણને દર્શન થાય ?
દાદાશ્રી : અમે જ્ઞાન આપીએ ત્યારે એને ‘કંઈક છે’ એવું ભાન થાય છે, એ દર્શનાવરણ ગયું. દર્શનાવરણ તો આખુંય તૂટી ગયું. તે અમે કેવળદર્શન આપીએ છીએ આ. તે ક્ષાયક દર્શન છે. દર્શનાવરણ તૂટી જાય ત્યારે ક્ષાયક દર્શન કહેવાય.
‘કંઈક છે’ એવું આપણને સૂઝ પડી, સમજણ પડી. ‘હું શુદ્ધાત્મા છું' એ સૂઝ પડી પણ હવે ‘શું છે’ એ જાણકારી નથી એ જ્ઞાનાવરણીય કર્મ. પછી ‘શું છે' એ ડિસાઈડ થયું, અનુભવમાં આવતું જાય એમ જ્ઞાનાવરણ જાય. એ માટે આ ભેગા થયા કરીએ છીએ. હવે આ જ્ઞાનાવરણીય કર્મ તોડવા માટે ફરીએ છીએ. પેલા દર્શનાવરણીય કર્મ તૂટી ગયા. દર્શનાવરણીય જ પહેલું તૂટે, પછી જ્ઞાનાવરણ ધીમે ધીમે તૂટે. પ્રશ્નકર્તા : તો પછી આ દર્શનાવરણીય અને મિથ્યા દર્શન એ બેમાં શું ફરક ?
કે આ
દાદાશ્રી: મિથ્યા દર્શન એ છે તે સમકિતની અપેક્ષાએ છે, વિનાશી ચીજોમાં જ સુખ માને છે. વિનાશી ચીજોમાં સુખ છે એવી એને શ્રદ્ધા છે એટલે મિથ્યા દર્શન કહે છે.
પ્રશ્નકર્તા : એટલે મોહનીય કર્મમાં પહેલું દર્શનાવરણ છે એટલે મિથ્યા દર્શન. પહેલું અજ્ઞાન, પછી મિથ્યા દર્શન એમ મૂક્યું. તો પછી આ અજ્ઞાન અને જ્ઞાનાવરણીય કર્મ એ બેમાં ફેર શો ?
દાદાશ્રી : જ્ઞાનાવરણ એ તો આવરણ છે અને અજ્ઞાન તો પોતાનું ભાન જ નથી. જ્ઞાનાવરણ તો વર્તુ-ઓછુંયે થાય, પણ પેલું અજ્ઞાન એ તો અજ્ઞાન જ રહે. આ તમને અજ્ઞાન તો કાઢ્યું, પણ આ જ્ઞાનાવરણીય આખું ના નીકળી જાય. આ અજ્ઞાન તોડ્યું પછી જ્ઞાનાવરણીય અમુક ભાગ તૂટી ગયો. પણ બીજો જે રહ્યો તે તો ધીમે ધીમે નીકળે. એટલે પહેલું