________________
૨૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જાણવાની વસ્તુઓ છે, જોય છે એ બધી જ એમની પાસે જાણવામાં હોય. એ પ્રાકૃતિક જ્ઞાન અને યથાર્થ જ્ઞાન બન્નેય ભેગું હોય, બધું જાણે.
ત્રણેય કાળથી જુએ વીતરણ, ન થાય મૂર્શિત પ્રશ્નકર્તા : એને જ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ કહેવાય ?
દાદાશ્રી : ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એટલે ઉત્પાદ, વ્યયને જે જોઈ શકે છે એ ત્રિકાળજ્ઞાન કહેવાય. વીતરાગો આટલું જ જોતા'તા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની એ બધી શક્તિઓને ત્રિકાળજ્ઞાનથી જોતા'તા એ. ઉત્પાદ, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા'તા એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય.
વર્તમાનકાળના એકલા જ્ઞાનથી રાગ ઉત્પન્ન થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન. જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી બેબી, ત્યારે આવડી દેખાતી હતી ને આવી દેખાતી હતી અને પછી જન્મી ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અને હવે પછી આવી દેખાશે, પછી આવી દેખાશે, પછી આવી દેખાશે. પૈડી થશે ત્યારે આવી દેખાશે. પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, પાછું એની નનામી કાઢશે ત્યારે આવી દેખાશે. બધા લક્ષણ ખબર છે, એને વૈરાગ્ય શીખવાડવાનો ના હોય. આ તો જે આજનું દેખીને જ મૂછિત થઈ જાય અને વૈરાગ્યનું જાણવાનું. બીજાને લક્ષમાં નથી આવતું.
વીતરાગો બહુ ડાહ્યા હતા. બધી વસ્તુઓને ત્રણેય કાળથી જોઈ શકતા હતા. કોઈ વસ્તુ એમને મૂચ્છ ઉત્પન્ન ના કરાવે, કારણ કે ત્રણેય કાળથી જોઈ શકે કે આનું ઉત્પાદ, વ્યય કેવી રીતે ? અને ધ્રૌવતા એના સ્વભાવથી છે. ઉત્પાદ, વ્યય અવસ્થા છે બધી, પર્યાયો. એટલે ત્રણ કાળનું સમજી ગયા ને તમે ?
ફૂલ માટી સ્વરૂપે હતું અને માટી સ્વરૂપમાંથી આ સ્વરૂપ થયું ને હવે પાછું માટી સ્વરૂપ થઈ જશે. આપણે તો આ વચલા સ્વરૂપને પકડીએ છીએ. કળી હોય તો કળીને નથી પકડતા અને ચાર કલાક પછી કરમાઈ