________________
૨૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
શાસ્ત્રમાંથી કે સાંભળેલું હોય, તે બધું મતિજ્ઞાનમાં પરિણામ પામે. અને મતિજ્ઞાન એ એમનું જ્ઞાન છે. તે મતિજ્ઞાન અનુભવમાં આવે ત્યારે દર્શન, પ્રતીતિ સ્થાપિત કરે. અહીં અક્રમમાં પ્રતીતિ પહેલા આપવામાં આવે છે. મતિ-શ્રુત-અવધિ એ પરોક્ષ, મત પર્યવ-કેવળ એ પ્રત્યક્ષ જ્ઞાત
પ્રશ્નકર્તા ઃ આ જેટલા જ્ઞાન છે, કેવળજ્ઞાન સિવાયના એ બધા પરોક્ષ જ્ઞાન છે ને ?
દાદાશ્રી : હા, એવું છે ને, આ ત્રણ જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ છે તે પરોક્ષ જ્ઞાન છે અને મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે પ્રત્યક્ષ છે.
પ્રશ્નકર્તા : એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એને પરોક્ષ કેમ કીધા ?
દાદાશ્રી: એ તો પરોક્ષ એટલે એની મહીં વિચાર-બિચારના બધા આધાર જોઈશે વચ્ચે એમને, ડાયરેક્ટ કશું જોઈ શકશે નહીં એ. એ આધાર જોઈશે એમાં.
મત પર્યવ અર્ધપ્રત્યક્ષ, કેવળજ્ઞાત પ્રત્યક્ષ પ્રશ્નકર્તા ઃ દાદા, તો મન:પર્યવજ્ઞાનને પ્રત્યક્ષ કેમ કીધું?
દાદાશ્રી : મન:પર્યવ પ્રત્યક્ષ કહેવાય. એટલે એ અમને થોડુંક સમજાય એ પ્રત્યક્ષ જ્ઞાન કે તમારા મનમાં ચાલતું હોય એ અમને થોડું ભાસે. અમે જો ઉપયોગ દઈએ તો અમને સમજાય. એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એમાં બીજી કોઈ ચીજની, હથિયારની જરૂર નથી અને પેલું તો હથિયારોની જરૂર મહીં, વિચાર-બિચાર બધા.
પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ જ્ઞાનમાં ઈન્દ્રિયોની જરૂર નહીં ?
દાદાશ્રી : ના, પણ મન:પર્યવ બિલકુલ પ્રત્યક્ષ નહીં, અર્ધ પ્રત્યક્ષ જેવું અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ કહેવાય, બિલકુલ પ્રત્યક્ષ.